અમીત ચાવડાના આ દાવથી નિતીન પટેલે કરેલું ઓપરેશન થઇ ગયું નિષ્ફળ

Spread the love

હમણાં ૨ દિવસ અગાઉ ઘણા લોકોને અચરજ પાડતા સમાચાર આવ્યા હતા કે મહેસાણા નગરપાલિકા પ્રમુખ સહિતના નગરસેવકો ભાજપમાં જોડાઈ જતા હવે મહેસાણા નગરપાલિકામાં ભાજપનું શાસન આવી ગયું.

જો કે ભાજપમાં જોડવામાં જેમના નામ આવ્યા તેઓ જુના કોંગ્રેસી હતા કે જેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, પણ આ બધી જ વાત ૨ દિવસે ફરીથી ચર્ચામાં આવી અને તેઓ કેમ ભાજપમાં જોડાયેલા એ ખબર પડી.

ભાજપમાં જોડવામાં જેમના નામ બહાર આવ્યા તેવા મહેસાણા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી ઉપરાંતના કોર્પોરેટરો (૨ નગરસેવકો સિવાયના) આજે કોંગ્રેસ ભવન ખાતે હાજર થયા.

મીડિયા સમક્ષ તેમના નિવેદનથી નીતિન પટેલના રાજકીય ખેલ પર સવાલ ઉઠવા લાગ્યા. તેઓએ જણાવ્યું કે, મહેસાણા નગરપાલિકાના કાઉન્સીલરો સાથે તેઓ મહેસાણાના વિકાસના કામોની ગ્રાન્ટ માટે મહેસાણાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા ગયા હતા અને તેમને ખેસ પહેરાવી દીધા.

આના પર કોંગ્રેસે કટાક્ષ કરતા જણાવ્યું કે, ભાજપે તેમની પરંપરા અનુસાર કોઈ કંઈપણ કામથી કે હેતુથી આવે એને ભાજપનો ખેસ પહેરાવી દે છે. હેમંત ચૌહાણ સાથે થયું તે જ પ્રકારે ભાજપે મહેસાણા નગરપાલિકાના સભ્યો સાથે કર્યું.

હવે આમાં ભાજપ કરવા ગઈ કંસાર અને થઇ ગયું થુલું. ભાજપ મહેસાણા નગરપાલિકામાંથી કોંગ્રેસના સભ્યોને તોડીને પોતાનું શાસન લાવવા ગઈ તેમાં એનો કલર થઇ ગયો અને મજાકને પાત્ર બની ગયા તો કોંગ્રેસવાળાઓએ ખુલાસો કરી દેતા શાસન પણ કોંગ્રેસ જોડે જ અકબંધ રહ્યું.

આમ નીતિન પટેલ પોતાના વિસ્તારમાં વર્ચસ્વ બતાવવા ગયા પણ તેઓનો મેળ પડ્યો નહીં અને કોંગ્રેસ સામે રાજકીય બાથ ભીડવા જતા તેઓ નિષ્ફળ રહેતા કોંગ્રેસ સામે નબળા પડી ગયેલા દેખાઈ આવ્યા.