તો ફિક્સ હતો મોદી અને ન્યુઝ ચેનલનો ઈન્ટરવ્યું.. કોંગ્રેસે આ રીતે પકડી પાડી ચોરી..!!

Spread the love

પાંચ વર્ષ પોતાની સરકારની કામગીરી વિશેની એકપણ પ્રેસ કોન્ફરન્સ ના કરનારા કે કોઈ મોટા આક્ષેપોના જવાબ આપતા ઈન્ટરવ્યું આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક ચૂંટણી આવતા અમુક ચેનલોને ઈન્ટરવ્યું આપવા લાગ્યા છે.

અંધ ભક્તિ કરતાં વાહિયાત પ્રશ્નો અને વાહિયાત જવાબોને કારણે આ ઈન્ટરવ્યુંની સોશિયલ મિડિયા પર મજાક ઉડી રહી છે તો લોકો શરમ પણ અનુભવી રહ્યા છે.

ત્યારે છેલ્લે દિપક ચૌરસિયાને આપેલા ઈન્ટરવ્યું પર લોકો ખરેખર દુખ વ્યક્ત કરી રહ્યા છે કે વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ આ હદે જુઠ્ઠાણા ચલાવે રાખે કે જાણે જનતા મૂરખ જ છે.

તો સામે ન્યુઝ ચેનલ પણ એટલી હદે ભાજપને વ્હાલી થાય કે સવાલ કરે, તમે ખિસ્સામાં પાકીટ રાખો છો, જેમ અક્ષય કુમારે પૂછેલું તમને કેરી ભાવે છે. આતો કઈ વડાપ્રધાનને પૂછવાના પ્રશ્ન છે ?

ભાષણો લખેલા હોય, બીજું બધું ફિક્સ હોય પણ જે ઈન્ટરવ્યુંના નામે મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે તે મિડિયા ઈન્ટરવ્યું આટલી હદે ફિક્સ હોય ?

કોંગ્રેસના આઈટી અને કમ્યુનીકેશન ડીપાર્ટમેન્ટના નેશનલ ચેરમેન દિવ્યા સ્પંદનાએ ટ્વીટર પર એક વિડીયો જાહેર કરીને જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીનો દિપક ચૌરસિયા સાથેનો ઈન્ટરવ્યું ફિક્સ હતો.

આ વિડીયોમાં જોવા મળે છે કે નરેન્દ્ર મોદીના હાથમાં એક કાગળ છે જેમાં કવિતા લખેલી છે પણ તેની જોડે ક્વેશ્ચ્યન – આન્સર લખેલું છે બોલપેનથી.

source : news nation

આ વિડીયોને ખુબજ ઝીણવટ પૂર્વક જોવામાં આવતા આ બાબત ધ્યાને આવે છે, આ રીતે સવાલ જવાબ ઉઘાડા પડી જતાં સોશિયલ મિડિયા પર અનેક પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે.

તો બીજીતરફ ચેનલ પર થઇ રહેલા આક્ષેપોના અનેક કલાકો બાદ પણ હજુ ચેનલ દ્વારા કોઈ ખુલાસો રજુ કરવામાં નથી આવ્યો, બીજીતરફ અનેક લોકોએ સ્પષ્ટતા પણ માંગી છે.

જુઓ દિવ્ય સ્પંદનાએ ટ્વીટ કરેલો વિડીયો :