શું તમારી મેકઅપ કિટમાં છે મોનસુનમાં જરૂરી આ પાંચ કોસ્મેટિક ?

Spread the love

હજુ તો શરુઆત જ થઇ છે અને કુદરતે જણાવી દીધું છે કે હજુ તો ચોમાસાનો લાંબો સમય આપણને પસાર કરવાનો છે. હવે આ સમયમાં લગન સિઝન અને ઘણાબધા તહેવારો પણ આવશે જ, એટલે તેની વચ્ચે તમારે તમારી બ્યુટી કીટમાં પણ સુધારા વધારા કરવા પડશે. જો કે ઉનાળામાં તમને તાજગીભર્યા રાખતી અમુક કોસ્મેટીક પ્રોડક્ટ્સ ચોમાસામાં તકલીફ કરી દે, આવા વાતાવરણમાં આપણે મેકઅપ કિટમાં શું રાખવું જોઈએ, ઉમેરવું જોઈએ તે વિશે અમે તમને જણાવીશું.

Smoothing mask, Moroccan oil

જો સવારે વાળ ધોતી વખતે થોડા સમયમાં જ તમારા વાળ ઓઈલી થઇ જાય છે, તો સમજો કે મોનસુન તેનું કામ કરી રહ્યું છે. જો તમારી પણ આ જ સમસ્યા છે તો આ પ્રોડક્ટ તમારા માટે વરદાનથી કઈ કમ નથી. મોરોક્ન તેલથી ભરપુર સ્મુથીંગ માસ્ક, અઠવાડિયામાં ફક્ત એકવાર જ ઉપયોગ કરો, તે ડીપ કંડીશનીંગ ટ્રીટમેન્ટ ના ફક્ત તમારા વાળ સુંવાળા કરવામાં મદદ કરે છે, તેને સિલ્કી અને ચમકદાર પણ બનાવે છે. તો ફટાફટ મંગાવી લો અને તમારા વાળને વરસાદમાં લહેરવા દો.

ન્યુ ફેસ મિસ્ટ બોબી બ્રાઉન

આ એક અદભુત, ગ્રીન ટી, કેમોમાઈલ અને ખીરા(કાકડી જેવું શાકભાજી) જેવા ચમત્કારિક ગુણોથી ભરપુર છે, આ એક ખાસ પ્રોડક્ટ તમારા ચહેરાને કેટલીક સેકન્ડ્સમાં જ તાજી કરી દે છે, હવે જયારે પણ તમારો ચહેરો ચીકણો અને નિર્જીવ જેવો થઇ જાય તો બસ આ ફેસ મિસ્ટનું સ્પ્રે કરવું અને આખા દિવસ માટે તૈયર થઇ જાવ.

Prolongwear nourishing waterproof foundation

ચોમાસાની આ સિઝનમાં તમે શું ચીકણા ફાઉન્ડેશનથી કંટાળી જાવ છો ? સમજો કે તમારી સમસ્યાનું નિરાકરણ મળી જ ગયું. પ્રોલોંગ વિયર નરિશિંગ વોટરપ્રૂફ ફાઉન્ડેશન કે જે તમને ૧૬ કલાક સુધી મેકઅપ વગર જ ફ્રેશ અને ગ્લોઇન્ગ લુક આપે છે. તો હવે સંપૂર્ણ આત્મવિશ્વાસની સાથે બહાર નીકળવા માટે તમારા આ નવા લુક સાથે વાતાવરણની મજા માણો.

કલીનીક લીપ કલર

પરફેક્ટ લિપ કલર વગરનો તો મેકઅપ અધુરો જ છે, પણ શું કરવું ભેજવાળા વાતાવરણમાં લિપસ્ટિક ખરાબ થાય તેનું જોખમ કોણ ઉઠાવવાનું ? ક્લિનિક ખાસ પ્રાઈમર બેઝ્ડ લિપકલરની રેંજ લાવ્યું છે, જે તમારા માટે પરફેક્ટ છે. પ્રાઈમર ફક્ત કલરને સમગ્ર દિવસ ટકાવેલો રાખે છે, પણ તેને નરમ અને મુલાયમ પણ બનાવેલો રાખવામાં મદદ કરે છે. આ સુંદર ૧૬ શેડ્સમાં તમારો શેડ કયો છે ?

પિંક ફી ટેંગલ

खूबसूरत पिंक फिज टैंगल टीजर इस मौसम में आपके लिए बेहद खास है. इसके खासतौर पर डिजाइन किये हुए एक्सट्रा सॉफ्ट bristles, आपको बिना सिर दर्द दिए चुटकियों में आपके बाल सुलझाने में आपकी मदद करेंगे. इस खूबसूरत पिंक कॉम्पैक्ट टैंगल टीजर को आप अपने मेकअप किट में शामिल किए बिना नही रह पाएंगें.

સરસ મજાનું પિંક ફીઝ ટેંગલ ટીઝર આ સિઝનમાં તમારા માટે ઘણું મોટું કામ કરી આપે તેમ છે. તેના સ્પેશિયલ રીતે ડિઝાઈન કરવામાં આવેલ એક્સ્ટ્રા સોફ્ટ બ્રિસ્લ્સ તમને માથામાં દુખાવો કર્યા વગર તુરંત જ તમારા વાળમાંથી ઘુંચ કાઢવામાં મદદ કરશે. આ સરસ મજાના પિંક કોમ્પેક્ટ ટેંગલ ટીઝરને તમે તમારી મેકઅપ કીટમાં ઉમેર્યા વગર નહી રહી શકો ?

કેવો લાગ્યો અમારો આ આર્ટીકલ ? આપ કમેન્ટમાં જણાવી શકો છો અને તમારા મિત્ર – વર્તુળમાં શેર કરી શકો છો.