કોંગ્રેસના આ ઉમેદવાર માટે મુકેશ અંબાણીએ પણ કર્યો પ્રચાર.. જાણો

Spread the love

જી હાં.. અમે જે વાત કરી રહ્યા છીએ તે કોઈ અન્ય મુકેશ અંબાણી કે મુકેશ અંબાણીના હમશકલની વાત નથી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની જ વાત છે.

લોકસભાની ચૂંટણી ચાલી રહી છે દેશભરમાં, ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો, નેતાઓ, કાર્યકરો અને સમર્થકો હાલમાં ઘરે ઘરે ફરીને પ્રચાર કરી રહ્યા છે, સોશિયલ મિડિયા પર પ્રચાર કરી રહ્યા છે.

ત્યારે ઘણીવાર ફિલ્મ સ્ટાર, ક્રિકેટર, સામાજિક નેતાઓ, કલાકારો ચૂંટણી પ્રચારમાં ઝંપલાવતા હોય છે તેવું દેખાય છે પરંતુ આ લોકસભા ચૂંટણી ૨૦૧૯ માં તો દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ પ્રચારમાં જોડાયા છે.

રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ કોંગ્રેસના દક્ષિણ મુંબઈના ઉમેદવાર મિલિંદ દેવરાના સમર્થનમાં વિડીયો જાહેર કરીને પ્રચાર કર્યો છે અને તેમનું સમર્થન કર્યું છે.

માત્ર મુકેશ અંબાણી જ નહીં પણ કોટક મહિન્દ્રા બેન્કના એમડી ઉદય કોટકે પણ વિડીયો દ્વારા મિલિંદ દેવરાને સમર્થન કરી દેતા દક્ષિણ મુંબઈ બેઠકની ચૂંટણી ઘણી મોટી થઇ ગઈ છે.

લોકસભા ચૂંટણીમાં દક્ષિણ મુંબઈ સીટથી કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડવા ઉતરેલા મિલિંદ દેવરાએ એક વિડીયો ટ્વીટ કર્યો છે. આ વિડીયોમાં સામાન્ય માણસથી લઈને મોટા ઉદ્યોગપતિ અને બિઝનેસ પર્સન પણ મિલિંદને સૌથી સારો ઉમેદવાર કહી રહ્યા છે.

મિલિંદ દેવરા તરફથી ટ્વીટ કરવામાં આવેલા વિડીયોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને કોટક મહિન્દ્રા ગ્રુપના માલિક ઉદય કોટકે તેમને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત ઘણા દુકાનદાર અને નાના વેપારીઓએ પણ તેમને સમર્થન આપ્યું છે.

વિડીયો ટ્વીટ કરીને મિલિંદ દેવરાએ લખ્યું છે કે દક્ષિણ મુંબઈનો અર્થ થાય છે બિઝનેસ તો સાથે જ લખ્યું છે કે જયારે લોકો મને જીતાડશે તો હું યુવાનો માટે નોકરીઓની તક લાવીશ. યુવાનોને નોકરી આપવી મારી પ્રાથમિકતા રહેશે.

આ વિડીયોમાં મુકેશ અંબાણી કહી રહ્યા છે કે, ”મિલિંદ ઈઝ ધ મેન ફોર સાઉથ મુંબઈ (દક્ષિણ મુંબઈ માટે મિલિંદ દેવરા યોગ્ય છે).” મિલિંદ દક્ષિણ મુમ્બથી જોડાયેલા છે, તેમને અહીની સામાજિક – આર્થિક અને સાંસ્કૃતિક ઇકો સિસ્ટમની સારી સમજણ છે.

મુકેશ અંબાણીએ કહ્યું, તેઓ છેલ્લા દસ વર્ષથી ત્યાંથી સાંસદ છે. મને ભરોસો છે કે મિલિંદને ઘણા મુદ્દે ઘણી જાણકારી છે. તેઓ યુવાનો માટે નોકરીની તક શોધી શકે છે.”

તો ઉદય કોટક કહી રહ્યા છે, ”મિલિંદ ટ્રૂલી રીપ્રેઝન્ટ (મિલિંદ સાચી રીતે પ્રતિનિધિત્વ કરશે) મને તેમના પર ભરોસો છે અને હું સમજુ છું કે મિલિંદને અમુક બાબતે ઘણી જાણકારી છે, તેઓ આપણી વાતને સમજે છે.”

જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને મિલિંદ દેવરા પરિવાર વચ્ચે ઘણો જુનો સંબંધ છે. કદાચ તે જ કારણ છે કે તેઓ મિલિંદ દેવરા માટે પ્રચાર કરતાં જોવા મળી રહ્યા છે. દેવરા દસ વર્ષ માટે સાંસદ રહી ચુક્યા છે તો તેઓ યુપીએ સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ મુંબઈમાં ચોથા રાઉન્ડમાં ૨૯ એપ્રિલે મતદાન છે, મત ગણતરી ૨૩ મે એ થશે.