સેક્સ સાથે જોડાયેલા જુઠ્ઠાણા છે જાણવા જરૂરી, જાણો શું છે સાચું અને શું ખોટું ?

Spread the love

આપણા સમાજમાં એવી ઘણી વાતો છે જેને આપણે સમજ્યા વગર સાચી માની લઈએ છીએ, કારણકે આપણે તે ઘણા લોકો જોડે સાંભળ્યું છે. આવી જ કેટલીક વાતો સેકસથી જોડાયેલી છે. તો એક નજર તે અફવાઓ પર પાડીએ જે સેક્સ લાઈફ સાથે જોડાયેલી છે અને તેની સત્યતા પર પણ.

સેક્સ સાથે જોડાયેલી આ અફવાઓ છે દુર કરવી જરૂરી, જાણો શું છે સાચું અને શું ખોટું ?

હસ્તમૈથુનથી નબળાઈ :

હસ્તમૈથુનથી નબળાઈ દ્વારા સેક્સ્યુઅલ એનર્જીને રિલીઝ કરી શકાય છે. મોટાભાગના લોકો યુવાની દરમિયાન હસ્તમૈથુન કરવાનું શરુ કરી દે છે.

હસ્તમૈથુન સાથે જોડાયેલી એક અફવા તે પણ છે કે તેનાથી શરીરમાં નબળાઈ આવી જાય છે અને શુક્રાણુ પાતળા થઇ જાય છે આ સિવાય તેનાથી આગળ જતાં બાળકો થવામાં પણ તકલીફ થાય છે.

પરંતુ આ બધી ખોટી અફવાઓ છે, તેને સત્ય કે તથ્ય સાથે કોઈ લેવાદેવા નથી.

હસ્તમૈથુનથી શુક્રાણુ કે શારીરિક તાકાત પર કોઈ અસર નથી પડતી. હસ્તમૈથુન નપુસંકતા, અંધાપો, થાક, શીધ્ર સ્ખલન જેવી બાબતો માટે જવાબદાર નથી.

પુરુષોને આવે છે વધારે મજા :

આ એક મોટી અફવા છે, જેને ઘણી મહિલાઓ સાચું માને છે. મોટાભાગના લોકોને લાગે છે મહિલાઓથી વધારે પુરુષ સેક્સનો આનંદ લેતા હોય છે પરંતુ પુરુષ અને મહિલા બન્ને સરખો જ સેક્સનો આનંદ લે છે.

સાઈઝ કરે છે મેટર

મોટાભાગના લોકોને લાગે છે કે પુરુષના લિંગનો આકાર યૌન જીવનને સુખદ બનાવવા કે પોતાની મહિલા સાથીને ખુશ કરવામાં ઘણું મહત્વનું હોય છે. જયારે કે તે વાત સાચી નથી.

લિંગના આકારને યૌન સંતુષ્ટિ સાથે કોઈ એટલો સબંધ નથી. લોકોમાં આ અફવા છે જયારે કે સત્ય તે છે કે મહિલાની યોની નવ ઇંચ સુધી ઊંડી હોય છે, જેનો શરુઆતનો એક તૃત્યાંશ ભાગ જ સેક્સ માટે સંવેદનશીલ છે.

તો જો કોઈ પુરુષનું લિંગ ૩ ઇંચ પણ છે તો તે પોતાની મહિલા સાથીને સંતુષ્ટ કરી શકે છે.

આમ આવી અનેક અફવાઓ ફેલાયેલી છે જેના કારણે વ્યક્તિ તણાવમાં રહે છે અને ભૂલ થઇ હોવાનું અનુભવ્યા કરે છે પણ ખરેખર તેનું સત્ય જાણવું જરૂરી છે.