આ વ્યક્તિએ વર્ષ 1952 થી નહોતા કાપ્યા નખ, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ કર્યું આવું..!!

Spread the love

વિશ્વમાં સૌથી લાંબા નખોનો રેકોર્ડ પોતાના નામે નોંધાવનારા ભારતના શ્રીધર ચિલ્લાલે આખરે પોતાના નખ કપાવ્યા છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ધારક ચિલ્લાલે ૧૯૫૨ થી અત્યારસુધી પોતાના ડાબા હાથના નખ નહોતા કાપ્યા અને તેમના નખ વિશ્વમાં સૌથી લાંબા હતા. પરંતુ હવે ૮૨ વર્ષની ઉંમરમાં તેઓ આખરે પોતાના નખ કાપવા માટે તૈયાર થયા હતા.

ટાઈમ્સ સ્ક્વેરમાં રિપ્લેના બિલીવ ઈટ અને નોટ મ્યુઝિયમમાં નખ કાપવાનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ચિલ્લાલના નખ કાપવામાં આવ્યા, અનુમાન લગાવી રહ્યું છે કે દરેક નખની સંયુક્ત લંબાઈ ૯૦૯.૬ સેન્ટીમીટર છે. ચિલ્લાલના એક અંગુઠાના નખની લંબાઈ ૧૯૭.8 સેન્ટીમીટર છે. ૨૦૧૬ માં તેમણે ‘એક હાથમાં સૌથી લાંબા નખો’ નો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.

મૂળ રૂપે પુણેના રહેનારા ચિલ્લાલે કહ્યું હતું કે, તેના કપાયેલા ન્ખોને મ્યુઝિયમમાં સાચવીને રાખવામાં આવે. રીપલેને ચિલ્લાલના ન્ખોને કાપવા અને મ્યુઝિયમમાં રાખવા માટે ભારતથી અમેરિકા બોલાવ્યા. એક મિડિયા પરામર્શ મુજબ ચિલ્લાલના નખોને સત્તાવાર રીતે મ્યુઝિયમમાં જ રાખવામાં આવશે.