આજદિન સુધી કોઇપણ ખેલાડી નથી તોડી શક્યો સચિનનો આ રેકોર્ડ..!!

Spread the love

પાંચ વર્ષે પણ નથી તોડી શક્યું કોઈ રેકોર્ડ

સચિન તેંદુલકરને રીટાયર થયે આજે ભલે પાંચ વર્ષ થઇ ગયા પણ હજુ તેના અમુક રેકોર્ડ કોઇપણ ખેલાડી નથી તોડી શક્યો. જેમાંથી તનેં ટેસ્ટ મેચના રેકોર્ડની આજે આપણે વાત કરીશું.

વર્ષ ૧૯૮૯ માં કટ્ટર હરીફ પાકિસ્તાનની સામે કરાંચીમાં ટેસ્ટથી ક્રિકેટની રમતમાં ઉતરેલા સચિન તેન્દુલકરે ૨૦૧૩ માં રીટાયર થતા અગાઉ ૨૦૦ ટેસ્ટ મેચની ૩૨૯ રમતમાં ૧૫,૯૨૧ રન બનાવ્યા છે. તેમાં સચિનના નામે ૫૧ શતકો અને ૬૮ અર્ધશતક નોંધાયેલા છે.

ટેસ્ટમાં અણનમ ૨૪૮ રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવનારા સચિને ૨૦૧૩ માં વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ મુંબઈમાં રમાયેલી મેચ બાદ ટેસ્ટ મેચથી સન્યાસ લઇ લીધો હતો.

વર્તમાન સમયમાં ઇંગ્લેન્ડના એલીસ્ટર કુક જ તેવા બેટ્સમેન છે કે જે સચિનના રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છે. વર્ષ ૨૦૦૬ માં નાગપુરમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ રમીને શરુઆત કરનારા કુકે અત્યારસુધી ૧૫૬ મેચોની ૨૮૨ રમતોમાં ૧૨,૧૪૫ રન બનાવ્યા છે. તેમાં ૩૨ શતક અને ૫૬ અર્ધશતક થયા છે.

જો કે ૩૩ વર્ષીય કુક હજુ પણ સચિનનો રેકોર્ડ તોડવાથી ૩,૭૭૬ રન પાછળ છે. કદાચ તેઓ રેકોર્ડ તૂટે તેની અગાઉ પણ સન્યાસ લઇ લે. જો કુક સચિનનો આ રેકોર્ડ તોડતા પહેલા જ સન્યાસ લઇ લે છે તો સચિનનો મહત્તમ રનોનો રેકોર્ડ ઘણા સમય સુધી રહી શકે છે.

ટેસ્ટમાં મહત્તમ રન બનાવવાના મામલે સચિન બાદ ઓસ્ટ્રેલીયાના રિકી પોન્ટિંગ (૧૬૮ મેચોમાં ૧૩,૩૭૮) બીજા, દક્ષિણ આફ્રિકાના જેક કેલિસ (૧૬૬ મેચોમાં ૧૩,૨૮૯) ત્રીજા, ભારતના રાહુલ દ્રવિડ (૧૬૪ મેચોમાં ૧૩,૨૮૮) ચોથા અને શ્રીલંકાના વિકેટકિપર બેટ્સમેન કુમાર સંગાકારા (૧૩૪ મેચોમાં ૧૨,૪૦૦) પાંચમાં નંબર પર છે.