કોઈપણ પત્ની પોતાના પતિને નથી કહેતી આ ૭ વાતો…. જાણો

Spread the love

તે વાત સ્વીકારવામાં કઈ ખોટું નથી કે આપણા સૌના જીવનમાં તેવી કેટલીક વાતો હોય છે કે જે આપણે કોઈને પણ નથી કહેતા. આપણા જીવનસાથીને પણ નહીં. આ વાત મહિલાઓ અને પુરુષો બન્ને માટે સમાનરૂપે લાગુ થાય છે.

મહિલાઓની વાત કરીએ તો તેમના માટે સામાન્ય રીતે કહેવામાં આવે છે કે પત્નીની મનની વાત સમજવી ઘણી અઘરી હોય છે. કેટલીક તેવી જ વાતો દરેક મહિલાના જીવનમાં હોય છે જે કોઈની સાથે શેર કરવી પસંદ નથી કરતી.

આ વાતને સાચી ઠેરવવા માટે મહિલાઓ પાસે પોતાના કારણો પણ હોય છે.

હાં પણ તે વાતની ના નથી કે જે વાતોને તે છુપાવે છે તેમાં કોઈના હિત કે અહિતની ભાવના નથી હોતી. કેટલીક વાતો તો તેવી હોય છે જે તે પોતાના પતિને જણાવવાનું ય પસંદ નથી કરતી.

હાં તેવી જ સાત વાતોનો ઉલ્લેખ છે જે એક પત્ની પોતાના પતિની સાથે પણ શેર કરવાનું પસંદ નથી કરતી.

૧. મહિલાઓ પોતાના પતિને ક્યારેય તે નથી કહેતી કે તેમને તે ખાસ પળોમાં કેવું લાગ્યું. જો તે જણાવે છે તો પણ તે સાવ સાચું તો નથી જ કહેતી.

૨. જો કે તે શારીરીક નથી હોતું પણ મહિલા પોતાના પહેલા પ્રેમને કદી ભૂલી નથી શકતી. પણ આ વાત તે પોતાના પતિને કદી નથી કહેતી કે તેના મનમાં હજુપણ તેના માટે સોફ્ર કોર્નર હોય છે.

૩. આ વાત મોટાભાગની મહિલાઓના કેસમાં સાચી છે. લગભગ દરેક મહિલાનું એક સિક્રેટ ક્રશ હોય છે જેને તે કોઈની પણ સાથે શેર કરવાનું પસંદ નથી કરતી.

હોઈ શકે છે કે તે પોતાનું આ રાઝ તે બહેનપણીને કહી દે જેના પર તેને સંપૂર્ણ ભરોસો હોય પરંતુ પોતાના પતિને તો આ વાત કદી નથી કહેતી.

૪. પતિ પત્ની વચ્ચે કેટલીય તેવી વાતો હોય છે જેને લઈને બન્ને વચ્ચે સહમતી નથી બની શકતી. પણ કેટલીય વખત લડાઈ અને તણાવથી બચવા માટે પતિને હાં એ હાં કરે રાખતી હોય છે.

મનમાં તો તે તેવા નિર્ણયની વિરુદ્ધ જ હોય છે પણ ચહેરાથી નથી દેખાવા દેતી.

૫. આ એક એવી વાત છે જે મોટાભાગની મહિલાઓ પોતાના પતિથી છુપાવે છે. તે ક્યારેય પણ પોતાની બીમારી વિશે સાચું નથી બોલતી, તબિયત વિશે સાચું નથી બોલતી. તે નથી ઈચ્છતી કે તેની બીમારીનું જાણીને તેનો પતિ પરેશાન થાય.

૬. દરેક મહિલા પાસે એક છુપાવેલો ખજાનો હોય છે. જે તે ઘરના નાના મોટા ખર્ચા મેનેજ કરતી વખતે બચાવ્યા કરે છે.

જો કે આ રૂપિયા વિશે તેના પતિને કોઈ જાણકારી તો નથી હોતી પરંતુ જરૂર પડવા પર પત્ની તે રકમ પતિને આપવામાં પાછી પણ નથી પડતી.

૭. મહિલાઓ પોતાની સહેલીઓને બધું જ કહી દે છે પરંતુ પતિને હંમેશા તેવું જ કહે છે કે તેણે આ વાત કોઈને પણ નથી કહી.