ગુજરાતના કચ્છમાં ઘુસ્યા પાકિસ્તાની કમાન્ડો, હાઈ એલર્ટ પર રાજ્યના બધા જ બંદરો.. જાણો વધુ

Spread the love

ગુજરાતના કચ્છમાં પાકિસ્તાન તરફથી કમાન્ડરોના ઘૂસવાની ઈન્ટેલીજન્સને માહિતી છે. ઈન્ટેલીજન્સ ઈનપુટ બાદ રાજ્યના દરેક બંદરોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એનડીટીવીની ખબર અનુસાર પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ તરફથી આ અંગેની સુચના આપી દેવામાં આવી છે.

અધિકારીના જણાવ્યા અનુસાર પાકિસ્તાન તરફથી સાંપ્રદાયિક હિંસા અથવા આતંકવાદી હુમલાની સુચના છે. અદાણી પોર્ટસ એન્ડ એસ.ઈ.ઝેડ. તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં કોઇપણ પ્રકારની અપ્રિય ઘટનાથી બચવા માટે સુરક્ષા ઉપાય કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. મુન્દ્રા બંદરગાહ પર બધા જ જહાજોને કડક સુરક્ષા આપવાની અને સતત નજર રાખવાની સલાહ આપી દેવામાં આવી છે.

કંડલા પોર્ટ ટ્રસ્ટ તરફથી સિગ્નલ સુપ્રિટેન્ડેન્ટે નજર રાખવાનું અને અલર્ટ વધવાની સાથે જ સુરક્ષા વ્યવસ્થા વધારવાનું કહ્યું છે. તેમાં બંદરગાહની આસપાસના ક્ષેત્રમાં નજર રાખવાની સાથે સુરક્ષા વધારવાનો આદેશ છે. તેની સાથે જ દરિયાની નજીક કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ અથવા બોટ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. તેની સાથે જ આસપાસના કાર્યાલયોના વાહનોની પણ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે.

સુરક્ષા એજન્સીઓ તરફથી આ એલર્ટ સરકારને કાશ્મીર મુદ્દા પર લેવામાં આવેલા નિર્ણય બાદ ભારત પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે આવ્યું છે. આ અગાઉ નૌસેના પ્રમુખે પણ સુરક્ષા એજન્સીઓના દાવાઓના આધારે કહ્યું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ પોતાના સભ્યોને પાણીની અંદરથી હુમલા કરવાની તાલીમ આપી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે તેના પર નજર રાખીને બેઠા છીએ. તેમજ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવવા અમે તૈયાર છીએ.