ગરીબ બાળકો માટે આ પોલીસવાળાએ કર્યું એવું કામ કે સલામ કરી ઉઠશો..!!

Spread the love

સામાન્યપણે લોકો પોલીસને કાયમ નકારાત્મકતાની દ્રષ્ટિથી જ જોવે છે, પોતાની સુરક્ષામાં રહેલી પોલીસથી લોકો દુર જ ભાગે છે. પરંતુ આજે તમને એક એવા પોલીસકર્મીની વાત કરીશું જેના વિશે જાણીને તમે તેને સલામ કરી ઉઠશો.

રાજસ્થાનના ચુરુમાં પોલીસ કોન્સ્ટેબલ ધર્મવીરને ગરીબ બાળકો માટે કંઈક કરવું હતું, એક દિવસની ઘટનાના કારણે બાદ તેણે મનોમન નક્કી કરી લીધું હતું.

ધર્મવીરે ૫ બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું, ત્યારબાદ જોતજોતામાં આજે બાળકોની સંખ્યા ૪૭૦ થી પણ વધારે થઇ ગઈ છે. જેમાં લગભગ ૨૫૦ બાળકો તો પાંચમાં ધોરણથી આગળના શિક્ષણ માટે અન્ય સ્કુલમાં જતા રહ્યા છે.

ધર્મવીરે ગરીબ, કચરા વીણતા અને ભીખ માંગતા બાળકોનું ભવિષ્ય સુધાર્યું છે. આ બાળકો માટે તેણે એક શાળાની સ્થાપના પણ કરી છે. આવો જાણીએ કોણ છે આ પોલીસકર્મી. કેવી રીતે શરુ કર્યું બાળકોને ભણાવવાનું ?

રાજસ્થાનના પોલીસ કોન્સ્ટેબલ ધ્ર્મીવ્રે બાળકોને શિક્ષિત કરવા માટે એક સ્કુલ બનાવી છે. ત્યાં એવા બાળકો ભણે છે જે રસ્તા પર ભીખ માંગે છે અને કચરો વીણે છે.

આજે તેમના કારણે જ બાળકો ભિક્ષાવૃત્તિ, બાળ મજુરી અને કચરો વીણવાના કામોથી મુક્ત થઈને જીવનના મુખ્ય પ્રવાહ સાથે જોડવા લાગ્યા છે.

આ સમયે આવ્યો સ્કુલ ખોલવાનો વિચાર

હકીકતમાં રાજસ્થાનના ચુરુ પોલીસમાં કાર્યરત સિપાહી ધર્મવીર પાસે પોલીસ લાઈનમાં ૨ બાળકો ભીખ માંગવા પહોંચ્યા. જે સ્વયંને માં બાપ વગરના જણાવતા હતા.

હકીકત જાણવા માટે તેઓ ઝુપડીમાં ગયા. ગરીબ બાળકો માટે કંઈક કરવાનું વિચાર્યું. ત્યારબાદ તેમણે ભીખ માંગનારા આ બાળકોને ભણાવવાનું શરુ કરી દીધું.

૧ જાન્યુઆરી ૨૦૧૬ ના રોજ મહિલા પોલીસ સ્ટેશનમાં આકાશ નીચે હંગામી ઢોરને શાળા શરુ કરી દીધી તથા ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબો અને હોટલોમાં ધાબાઓ પર કામ કરતા બાળકોને ભણાવવાનું શરુ કરી દીધું.

કેવી રીતે શરુ થઇ સ્કુલ ?

૧ જાન્યુઆરી ૨૦૧૬ ના દિવસે મહિલા પોલીસ સ્ટેશન પાસે ખાલી પડેલી જમીનમાં આકાશ નીચે સંચાલિત આ અનૌપચારિક શાળાને ‘આપણી પાઠશાલા’ નામ આપવામાં આવ્યું. હવે આ સ્કુલ એક ચાર મોટા મોટા રૂમોના સુસજ્જિત ભવનનું રૂપ લઇ ચુકી છે.

જો કે ઘણા માતાપિતા પોતાની આર્થિક પરેશાનીઓના કારણે આ બાળકોને સ્કુલ મોકલવા માટે તૈયાર નહોતા. તો પોલીસની ડ્ઉયુટીપરાંત આ કામમાં વ્યસ્ત કોન્સ્ટેબલ ધ્ર્મીવ્ર બાળકોને નિયમિત યોગાભ્યાસ પણ કરાવે છે.

આ પ્રયાસોના કારણે અઠવાડિયામાં એકાદ બે વખત ન્હાતા બાળકો આજે ના માત્ર રોજ ન્હાય છે પરંતુ ભણી ગણીને સમાજની મુખ્ય ધારામાં જોડાઈ રહ્યા છે.

સવારે ૧૦ થી બપોરના ત્રણ વાગ્યા સુધી ચાલતી આ પાઠશાલામાં આખર જ્ઞાન કરાવવાની જવાબદારી કોન્સ્ટેબલ ધ્ર્મીવ્ર, ત્રણ મહિલા કોન્સ્ટેબલ અને ત્રણ અન્ય સામાજિક કાર્યકરો નિભાવી રહ્યા છે.

વગર કોઈ સંસાધ્નોએ શરુ કરવામાં આવેલી આ પાઠશાલામાં બાળકોના પરિણામને જોતા દાન આપનાર દાતાઓ અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ધીમે ધીમે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હવે તેઓ બાળકોને સાબુ, તેલ, મરચું – મસાલો, ચપ્પલ, કપડા વગેરે સામાન આપી રહ્યા છે.

ધર્મવીરનું કહેવું છે કે તેમનો ઉદ્દેશ્ય છે કે આ બાળકોને ભણાવી ગણાવીને એટલા સક્ષમ બનાવી દેવા કે તે બાળકો મુખ્ય પ્રવાહમાં જોડાઈને સાચો રસ્તો પોતાની રીતે જ પસંદ કરી લે.

આગળ તેમને કારકિર્દી બનાવવા માટે કોઈ સંસાધનોની જરૂર પડશે તો તે પણ તેમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજે બાળકોને સ્કુલ લાવવા લઇ જવા માટે એક ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે, જે તેમને ઝુપડીઓથી લાવવા અને પાછા લઇ જવાના કામમાં લેવાઈ રહી છે.

આ ઉપરાંત, પોશાક, ભોજન, જૂતા અને અન્ય બધી જ પ્રકારની શિક્ષણની સામગ્રી પણ મફતમાં પ્રદાન કરવામાં આવે છે. ધરમવીર કહે છે કે શરુઆતમાં બાળકો અને પરિજનોને વાંચવા લખવા માટે સહમત કરવા ઘણા અઘરા હતા.

પરંતુ જયારે તેમને ખબર પડી કે ભીખ માંગવા માટે તેમને કહેવામાં આવ્યું છે તો સ્પષ્ટ હતું કે જો તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઇ જશે તો તેઓ ભણવા માટે આવતા રહેશે.

આજે અપની પાઠશાલા ૪ મોટા ક્લાસમાં સંચાલિત થઇ રહી છે જેમાં દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, બાળકોને બેસવા માટે ખુરશીઓ, સ્વચ્છ પાણીની વ્યવસ્થા, મનોરંજન માટે એલ.ઈ.ડી., રમતગમતના સાધનો, સવાર અને બપોરમાં ખાવાની વ્યવસ્થા, પુસ્તકો, ડ્રેસ, બેગ, જૂતા, લાવવા મૂકી જવા માટે વાનની પણ વ્યવસ્થા છે.