જાણો કેવી રીતે પંચર બનાવનારે ખરીદી દોઢ કરોડની જેગુઆર, ૧૬ લાખ રૂપિયાની નંબર પ્લેટ ?

Spread the love

ગાડીઓનો શોખ જેને હોય છે તેના ખિસ્સા વજનદાર હોય છે, એમાંય ખિસ્સામાં પૈસા હોય એટલે ઘણા શોખ થઇ આવતા હોય છે, તો જયારે રૂપિયાની ફિકર ના હોય તો માણસ પોતાનો શોખ પૂરો કરવા ખબર નહી શું કરી લેતો હોય છે.

જયપુરના ૩૭ વર્ષીય યુવક રાહુલ તનેજાએ પણ એવું કર્યું છે કે જેણે તેની કારના VIP નંબર માટે ૧૬ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા.

રાહુલ તનેજાને નંબર ‘૧’ થી ઘણું આકર્ષણ છે. તે આ નંબરને ઘણો લકી માને છે. તેની મોટાભાગની ગાડીઓમાં આ નંબર જ હોય છે. આ VIP નંબર માટે રાહુલ કંઈપણ કરવા તૈયાર રહે છે. રાજસ્થાનમાં RJ 45 CG 0001 VIP નંબર માનવામાં આવે છે જેના માટે કાયદેસર હરાજી થાય છે.

હકીકતમાં રાહુલે આ વર્ષે ૨૫ માર્ચે દોઢ કરોડની જેગુઆર XJ L ખરીદી હતી. હવે આટલી મોંઘી ગાડી ખરીદી હોય તો એમાં સીધો સાદો નંબર તો શોભે નહી.

એટલે VIP નંબર અને તેમાં પણ ૧ નંબર સાથે લાગણીની જોડાયેલ હોવા છતાં મુશ્કેલી એ હતી કે આ નંબર મળે કઈ રીતે ? પરંતુ એક મહિનાની રાહ જોયા બાદ આખરે રાહુલે ૧૬ લાખ રૂપિયા ખર્ચીને આ VIP નંબર મેળવી લીધો.

રાહુલે આવું પ્રથમ વખત નથી કર્યું, વર્ષ ૨૦૧૧ માં પણ તેણે બીએમડબલ્યુ ૫ સિરીઝની તેની પ્રથમ લકઝરી કાર ખરીદી હતી. આ ગાડીની નંબર પ્લેટ માટે પણ તેણે ૧૦.૩૧ લાખ રૂપિયા ખર્ચ્યા હતા. રાહુલનો શોખ ફક્ત ગાડીઓ સુધી જ મર્યાદિત નથી. તેના મોબાઈલ નંબર પણ પાંચ જેટલા છે.

રાજસ્થાન આરટીઓ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાહુલ તનેજાએ VIP નંબર ‘૧’ માટે જે ૧૬ લાખની રકમ જમા કરાવી છે, તે હજુસુધી જયપુર આરટીઓમાં નંબર રજિસ્ટ્રેશન માટે જમા કરાવાયેલી સૌથી મોટી રકમ છે.

તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે એક સમયે રાહુલના પિતા મધ્યપ્રદેશમાં ટાયર રીપેઈરની દુકાન ચલાવતા હતા.ત્યારબાદ ૧૯૮૪ માં તેઓ જયપુર શિફ્ટ થઇ ગયા. ૧૧ વર્ષની ઉંમર રાહુલે ઘર છોડીને કામ કરવાનું શરુ કરી દીધું હતું. રાહુલ હાલમાં એક ઇવેન્ટ કંપનીનો માલિક છે જે પ્રીમીયમ વેડિંગ્સ કરાવે છે.

રાહુલનો પરિવાર સિહોર, મધ્યપ્રદેશનો છે, રાહુલ તેના ભાઈ – બહેનોમાં સૌથી નાનો હતો. તેના પરિવારમાં તેનાથી મોટા ચાર ભાઈ બહેન છે. રાહુલના પિતા પંચરનું કામ કરતાં હતા અને રાહુલ તેમાં મદદ કરતો હતો, આખરે તેણે પણ એ જ કામ કરવાનું હતું.

જો કે રાહુલ તનેજા પંચરને બદલે જયપુર જતો રહ્યો, કંઈક મોટું કરવા માટે મોટા શહેર જયપુરમાં, ત્યાં ઘણા નાના મોટા કામ કર્યા, કામની સાથે ભણવાનું પણ ચાલુ રાખ્યું. એક જરૂરી વાત છે કે દરેક સફળતામાં કદાચ ભણતર સીધું કારણ ના હોય તો પણ પરોક્ષ રીતે તે કારણ બનતું જ હોય છે.

જો કે નાના નાના કામોમાં પહેલા ઘણા નાના કામ કર્યા હતા જેમાં હતા, પતંગ વેચવા, ધાબામાં વેઇટરનું કામ કરવું, છાપા વેચવા, હોળીમાં કલરો અને દિવાળીમાં ફટાકડાના સ્ટોલ લગાવવા જેવા સીઝનલ કામો.

જો કે બીજીતરફ રાહુલ તનેજાએ ફક્ત શિક્ષણ જ નહોતું મેળવ્યું પણ સારા રેન્ક સાથે પરીક્ષાઓ પણ પાસ કરી. આમ ભણતા ગણતા જ્ઞાન વધતું ગયું, સ્માર્ટ બનવાની સાથે એટીટ્યુડ પણ આવ્યો, મોડલિંગમાં ટ્રાય કર્યો. સારી સફળતા મળી.

મોડલિંગ કરતા કરતાં સ્ટેજ અને ઈવેન્ટ્સનું પણ આયોજન કરવાનું શીખી લીધું અને પછી એક સ્ટાર્ટઅપ ખોલી દીધું – લાઈવ ક્રિએશન્સ – એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની.

મેનેજમેન સ્કિલ્સ (જે જન્મથી નહોતી મળી પણ શીખ્યા હતા )ને કારણે રાહુલ સફળતા પર સફળતા મેળવતા ગયા. તેમની પાસે બીજી ત્રણ ગાડીઓ છે. અલગ અલગ બ્રાંડ અને ફીચર્સ પણ. જો કે બધામાં કોમન એક જવાત કે તે દરેક ગાડીના નંબર પ્લેટમાં વીઆઈપી નંબર છે – ૧.

તેમને આ નંબર પસંદ છે. એટલે જ તેને ઊંચા ભાવે પણ ખરીદવાથી પાછળ નથી હટતા. આ કારણથી જ આ નંબર માટે તેમણે ઉંચો ભાવ બોલી નાખ્યો. ૧૫ લાખની બોલી અને એક લાખ, એક હજાર રૂપિયાનું ફોર્મ. શોખ હોય તો આવો.

જો કે વીઆઈપી નંબર ૦૦૦૧ માટે આટલો ઉત્સાહ કદાચ પહેલા ક્યાય કોઈએ જોયો નહી હોય.