કેમ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ધારાસભ્યને લોકસભાની ટિકિટ ના આપવાનો નિર્ણય લીધો..

Spread the love

લોકસભાની ચૂંટણી માથે છે, હવે લોકસભાની ચૂંટણીને એક મહિના જેટલો સમય માંડ બચ્યો છે ત્યારે હવે કોંગ્રેસ અને ભાજપ સહિતના પક્ષોએ લોકસભાની ચૂંટણીમાં ટીકીટ માંગતા નેતાઓ માટે ક્રાઈટેરીયા નક્કી કરવાના શરુ કર્યા છે.

ચાલુ ધારાસભ્યોને કોંગ્રેસમાં નહીં મળે લોકસભાની ટીકીટ

જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશભરમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટીકીટ ના આપવાનો નિર્ણય કર્યો છે. જેની પાછળ અનેક કારણો છે.

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર પાતળી બહુમતીથી બનેલી છે, મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસની સરકાર પાતળી બહુમતીથી બનેલી છે, જેમાં એકાદ – બે ધારાસભ્ય પણ સાંસદની ટીકીટ પર લડે છે અને વિધાનસભાની ખાલી પડેલી બેઠક પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ગુમાવવી પડે તો સમગ્ર રાજ્યમાં સરકાર ગુમાવવી પડે.

તો ગુજરાત જેવા રાજ્યમાં ભાજપની સરકાર પાતળી બહુમતીથી બનેલી છે, ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસે બે ધારાસભ્યો ગુમાવ્યા છે, જેમાંથી એક જસદણની તો બેઠક પણ ગુમાવી દીધી છે જયારે કે બીજી એક બેઠક ઊંઝા પર પેટા ચૂંટણી બાકી છે.

આ ઉપરાંત આ રાજ્યોની પરિસ્થિતિને બાદ કરતાં પણ જોઈએ તો કોઈ એક નેતાને વિધાનસભાની ટીકીટ આપીને ધારાસભ્ય તો બનાવ્યા, હવે અન્ય નેતાને પણ તક મળવી જોઈએ.

એકના એક વ્યક્તિને જ દરેક ચૂંટણીમાં તક આપવામાં આવે તો બાકીના મહેનત કરતા કાર્યકરો નિરાશ થાય તેમજ નવી કેડર ડેવલપ થતી અટકે.

તો બીજીતરફ કોંગ્રેસ માટે પણ આ લોકસભા ચૂંટણીમાં સારી તક હોવાથી લોકસભાની ચૂંટણી માટે અનેક મજબુત દાવેદારો છે જેથી ધારાસભ્યોને લડાવવાની કોઈ મજબુરીવાળી જરૂર નથી.

આમ રાહુલ ગાંધીએ વર્તમાન ધારાસભ્યોને જ લોકસભાની ટીકીટ આપીને અન્ય દાવેદારોની આશા પર પાણી ફેરવી દેવાના બદલે દરેકને તક મળે તે માટે આવો નિર્ણય લીધો છે.