આ રક્ષાબંધનમાં છે અનોખો શુભ સંયોગ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહુર્ત..

Spread the love

ભાઈ બહેનના અતુટ સબંધ, પ્રેમ, ભાવના અને સમર્પણવાળા તહેવાર રક્ષાબંધન ગુરુવાર એટલે કે ૧૫ ઓગસ્ટે ઉજવાશે. રક્ષાબંધનનો તહેવાર હિંદુ ધર્મના મોટા તહેવારોમાંથી એક છે, જેને દેશભરમાં ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે.

આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી – રક્ષાપોટલી બાંધીને તેના લાંબા આયુષ્ય માટે મંગલ કામના કરે છે, ભાઈ પોતાની વ્હાલી બહેનને બદલામાં ભેટ અથવા ઉપહાર આપીને હંમેશા તેનું રક્ષણ કરવાનું વચન આપે છે.

સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન એક સાથે

રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમે ઉજવવામાં આવે છે. આ વખતે રક્ષાબંધન ભારતના સ્વતંત્રતા દિવસની ૭૨ મી વર્ષગાંઠે ઉજવવામાં આવશે.

આ વખતે ૧૯ વર્ષ પછી સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનનો એક સાથે યોગ બન્યો છે. આ અગાઉ આવો સંયોગ વર્ષ ૨૦૦૦ માં બન્યો હતો.

પુનમના દિવસે જ થશે શ્રવણ નક્ષત્રની શરુઆત

ગુરુવારનો દિવસ હોવાના કારણે પણ તેનું મહત્વ વધી જાય છે. ગંગા સ્નાન, શિવ પૂજન અને વિષ્ણુ પૂજન કરવાથી આયુષ્ય, આરોગ્ય, વિદ્યા બુદ્ધિ સહીત દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.

તેથી આ વખતે તહેવારનું મહત્વ ઘણું વધારે છે. તેની સાથે જ શ્રાવણી પુનમના દિવસે જ શ્રવણ નક્ષત્રની શરુઆત થાય છે.

નથી ભદ્રા કાળ

રક્ષાબંધનના દિવસે ભદ્રા કાળ નથી અને ના તો કોઇપણ પ્રકારનું ગ્રહણ છે. આ જ કારણ છે કે આ વખતે રક્ષાબંધન શુભ સંયોગવાળો અને સૌભાગ્યશાળી છે.

પુનમ તિથી પ્રારંભ: ૧૪ ઓગસ્ટ ૨૦૧૯ ની રાત્રે ૯ :૧૫ કલાકથી

પુનમ તિથી સમાપ્ત : ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ રાત્રે ૧૧ :૨૯ કલાક સુધી

આ છે શુભ મુહુર્ત

માન્યતાઓ અનુસાર રક્ષાબંધનના દિવસે બપોરે રાખડી બાંધવી જોઈએ. જો બપોરનો સમય ઉપલબ્ધ ના હોય તો પ્રદોષ કાળમાં રાખડી બાંધવી યોગ્ય રહે છે. ભદ્રા કાળમાં કોઇપણ શુભ કાર્ય ના કરવું જોઈએ, જો કે આ વખતે ભદ્રા નથી લાગી રહ્યું.

રાખડી બાંધવાનો સમય: ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ સવારે ૧૦: ૨૨ કલાકથી રાતના ૦૮:૦૮ કલાક સુધી

કુલ સમય: ૦૯:૪૬ કલાક

બપોરના મુહુર્ત: ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ બપોરે પ૧:૦૬ કલાકથી બપોરના ૦૩:૨૦ કલાક સુધી

કુલ સમય: ૦૨:૧૪ કલાક

સાંજ પછીના સમયમાં: ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ ની સાંજે ૦૫:૩૫ કલાકથી રાત્રે ૦૮:૦૮ કલાક સુધી