આજનું રાશિફળ: આ રાશિઓ માટે રવિવારે રહેશે ચાંદી જ ચાંદી.. જાણો

Spread the love

૨૦ ઓક્ટોબર, ૨૦૧૯ – રવિવાર રાશિફળ જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે, તેનાથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો અંદાજ મળી શકે છે.. તો આવો જાણીએ આજનું રાશિફળ..

મેષ રાશિ:

મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. કેરિયરના ક્ષેત્રમાં પ્રગતિ કરશો. પરીક્ષાઓની તૈયારી કરી રહેલા જાતકોને સફળતા મળી શકે છે.

કારોબારની સ્થિતિ સામાન્ય રહેશે. પારિવારિક જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે. કોઈ નજીકના વ્યક્તિ સાથે વિવાદ થઇ શકે છે.

વૃષભ રાશિ:

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે. કારોબારમાં વધારે લાભની પ્રાપ્તિ થશે. આવક માટે નવા સ્ત્રોત વિકસશે.

સામાજિક કાર્યોમાં રૂચી વધશે. કોઈ વાતને લઈને પરેશાન થઇ શકો છો. જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે. ભૌતિક સુખ સુવિધાઓમાં ખર્ચો કરશો.

મિથુન રાશિ:

મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ કઈ ખાસ નહીં રહે. કાર્યક્ષેત્ર પર કોઈની સાથે વિવાદ થઇ શકે છે. તણાવની પરિસ્થિતિ ઉભી થશે, જેનાથી સ્વભાવ ચીડિયો રહેશે.

ધાર્મિક પક્ષને મજબુત કરવાથી મનને શાંતિ મળશે. વેપારમાં લાભના યોગ બની રહ્યા છે. જો કે કોઈ નવું કામ શરુ ના કરવું.

કર્ક રાશિ:

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે. કારોબારમાં સારો લાભ મળશે. કેરિયરમાં ચડતીનો સમય શરુ થશે.

તમારા વ્યવહારથી બીજાને પ્રભાવિત કરશો. પરિવારની સાથે સુખદ સમય વીતાવશો. સ્વાસ્થ્યમાં તકલીફ થઇ શકે છે.

સિંહ રાશિ:

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે શુભ છે. તંગીની હાલતથી છુટકારો મળશે. આર્થિક મોરચે સફળતા મળશે. આવક વધવાથી ઘરના ખર્ચાઓમાં વૃદ્ધિ થશે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે.

કન્યા રાશિ:

કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ તકલીફોથી ભરેલો રહેશે. અંગત સબંધોમાં તિરાડ પડશે. કાર્યક્ષેત્ર પર પડકારોનો સામનો કરવો પડશે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે.

તુલા રાશિ:

તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખુશનુમા રહેશે. આર્થિક સ્થિતિ સુધરતી જશે. કારોબારમાં લાભના અવસર મળતા રહેશે. તબિયતમાં થોડીક સમસ્યા રહેશે. પારિવારિક સમસ્યાઓમાં દિવસ પસાર થઇ જશે.

વૃશ્વિક રાશિ:

વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે. કેરિયરની નવી તકો મળશે. પારિવારિક જીવનમાં ખુશખુશાલી રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. કારોબારની સ્થિતિ સામાન્ય રહેશે.

ધન રાશિ:

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે. કારોબારના વિસ્તારની યોજના બનશે. પારિવારિક જીવનમાં તકલીફોનો સામનો કરવો પડશે. સામાજિક અને ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે. કોઈ જુના મીટર અથવા સબંધી સાથે મુલાકાત થઇ શકે છે.

મકર રાશિ:

મકર રાશિના જાતકો આજે થોડા અકળાયેલા રહેશે. સાથીઓ સાથે કોઈ વાતને લઈને વિવાદ થશે. પોતાને એકલા અનુભવશે. કારોબારમાં ધનલાભના યોગ બની રહ્યા છે. તબિયતનું ધ્યાન રાખવું.

કુંભ રાશિ:

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે. સમગ્ર દિવસ આત્મવિશ્વાસથી ભરપુર રહેશો. તમારા કામથી અન્યોને પ્રભાવિત કરશો. સામાજિક પ્રતિષ્ઠા વધશે. ખર્ચમાં વધારો થશે. આર્થિક મોરચે સફળતા મળશે.

મીન રાશિ:

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો વીતશે. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. માન સન્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક મામલે થોડો દગો મળી શકે છે. ખર્ચમાં વધારો તમને તકલીફમાં મૂકી શકે છે.