મોદીએ ઉદ્ઘાટન કર્યું તે મેટ્રો પ્રોજેક્ટની પરિસ્થિતિ જાણીને તમે શરમમાં મુકાઈ જશો..

Spread the love

અમદાવાદમાં વર્ષોના વિલંબ પછી મેટ્રો પ્રોજેક્ટ શરુ થયો. લાંબા વિલંબ બાદ મેટ્રોના એક ફેઝ્નું કામ પૂર્ણ થવામાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ફેઝમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક મેટ્રોનું આજે ઉદ્ઘાટન કરી ગયા.

ઉદ્ઘાટન સમયે મેટ્રો સ્ટેશનોના ચકચકિત ઝાકમઝોળભર્યા ફોટોગ્રાફ્સ વાયરલ કરી દેવામાં આવ્યા. મોટા ઉપાડે પ્રસિદ્ધિ અને બોર્ડ લગાવીને મેટ્રોનું ઉદ્ઘાટન કરી દીધું પણ તેમાં લોકસભા ચૂંટણી પહેલા લોકોને કામ બતાવી દેવાની ઉતાવળ કરવામાં આવી હોય તેવું લાગે છે.

હજુ ટ્રાયલ રનના તબક્કામાં રહેલી મેટ્રો રેલ પ્રજાને માટે ઉપયોગી થઇ શકે તેમ નથી. વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીમાં ૬ સ્ટેશનો બનાવવાનું આયોજન હતું.

જેમાંથી બન્ને છેડાના એક – એક સ્ટેશન એટલે કે વસ્ત્રાલ અને એપરલ પાર્કનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે પરંતુ વચ્ચેના ચાર સ્ટેશનનું ઘણું કામ હજુ બાકી છે.

ફોટોગ્રાફ્સમાં દેખાય છે તેમ હજુ વચ્ચેના ચાર સ્ટેશનના કામકાજ બાકી છે. સિડી બનાવવા, લિફ્ટ મુકવાથી લઈને ઇન્ટીરીયર અને અન્ય નાના મોટા ઘણા કામો બાકી છે.

તો મેટ્રો રેલના પિલ્લરની આજુબાજુનો રાહદારીઓ માટેનો રોડ બનાવવાનું કામ પણ અધૂરું છે, વર્ષોથી લોકો આ કામને લીધે હાડમારી ભોગવી રહ્યા છે.

આમ વસ્ત્રાલ અને એપરલ પાર્ક વચ્ચે આવતા રબારી કોલોની, સ્વસ્તિક, મહાદેવનગર, નિરાંત ચોકડી મેટ્રો સ્ટેશનના કામ અધૂરા છે.

હકીકતમાં ચૂંટણી અને આચારસંહિતા પહેલા લોકોને ખુશ કરવા માટે ભાજપવાળાઓએ ઉતાવળે ઉદ્ઘાટન ગોઠવી દેવામાં આવ્યું છે.

હકીકતમાં વર્તમાન પરિસ્થિતિ જોતા મેટ્રો રેલનો પહેલો ફેઝ લોકોને માટે સંપૂર્ણપણે તૈયાર થતા હજુ ૬ થી ૮  મહિના જેટલો સમય લાગી શકે છે. ત્યારે ચૂંટણી વખતે લોકોને કામ બતાવી દેવા થતી ઉતાવળ પાછળની આ હકીકત છે.