વગર દવા અને કસરતે ઉતારો પેટની ચરબી..!! આટલો આસાન, ઝડપી ઘરગથ્થુ ઉપાય કદી નહીં વાંચ્યો હોય

Spread the love

શું તમારે વગર દવાએ અથવા વગર કસરતે પેટની ચરબી ઓછી કરવી છે ?

સીધી જ વાત છે કે કસરત કરવાનો સમય નથી અને દવાઓ ખાવાની નિયમિતતા રહેતી નથી, દવાઓ પોષાતી નથી, દવાઓ પર ભરોસો આવતો નથી. તો ઘણા લોકોએ અજમાવેલો એક ઉપાય અમે લાવ્યા છીએ તમારી સામે.

જો તમે એક સરળ ઘરગથ્થું ઉપાય અજમાવી પેટની ચરબી ઉતારવા માંગતા હોવ તો, રોજ રાત્રે સુતી વખતે બે ચમચી મેથી દાણા ચાવીને ખાઇ જાવ અને ઉપર એક ગ્લાસ પાણી પી જાવ પછી જુઓ બે મહિનાની અંદર અસર ..!!

ફક્ત પેટની ચરબી જ નહી પરંતુ પેટને લગતી અનેક તકલીફો જડ્મુળથી નાબૂદ થઈ જશે એ સાથે વાઇરલ ઇન્ફેક્શનથી થતી બિમારીઓ તમારાથી હજારો કિલોમીટર દુર રહેશે. કારણકે મેથીના દાણામાં રહેલી કડવાણી પેટની અંદર રહેલા નુકસાનકારક તત્વો અને જીવાણુંઓનો નાશ કરે છે.

તો ઘણા ઘરગથ્થું ઉપાયોમાં મેથીના દાણાનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ પેટની ચરબી દુર કરવા સાથે કબજિયાત, એસિડીટી દુર કરવા સહીત પાચનતંત્ર પણ સુધારે છે, જે પણ પેટ ઓછું કરવામાં ઘણું મહત્વનું છે.

સવારે ૨- ૩ ચમચી મેથીના દાણા તાંબાના લોટામાં પલાળવા મુકી બીજા દીવસે નયણા કોઠે દાણા ખાઇ, પાણી પી જવાથી પણ પેટની ચરબી અને પેટની અન્ય સમસ્યાઓથી મુક્તિ મળે છે.

નોંધનીય છે કે, આજની ફાસ્ટ લાઈફમાં લોકોને કસરતનો સમય નથી રહેતો, બેઠાડું જીવન અને બહારના ખોરાક અને સીધી સાદી જીવનશૈલી મુકીને દોડધામવાળી જિંદગીને લીધે પેટની ચરબી વધવાની સમસ્યા વધી રહી છે.

લોકો જીમમાં જવાથી લઈને એરોબીક્સ, ઝુમ્બા, યોગાસન, કસરત, ચાલવા – દોડવા સહિતના ઉપાયો અજમાવતા હોય છે. તેમાં શરૂઆતમાં ઉત્સાહ બાદ ધાર્યું પરિણામ ઝડપથી ના મળતા કંટાળીને પાછા રેગ્યુલર જીવનમાં લાગી જતા હોય છે.

ત્યારે આ ઉપાયમાં ના કોઈ લાંબી મહેનત કરવાની છે. ના કોઈ આળસ આવે એવું કામ છે. તો મેથીના દાણા પણ શરીરમાં કોઈ સાઈડ ઈફેક્ટસ કરે તેવી વસ્તુ છે નહી ત્યારે આ ઉપાય અજમાવવા જેવો ખરો.