ભાજપી હોવ કે કોંગ્રેસી, અમિત ચાવડાની આ વાત પર સૌને થઇ આવશે માન….

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અનેક પ્રમુખો જોયા છે. વધારે ઈતિહાસમાં ઊંડા ઉતરવા ના જઈએ તોયે છેલ્લા અમુક સમયની વાત કરીએ તો વર્તમાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત ચાવડા ઘણી સાદગી પૂર્વક  કાર્યકરોથી લઈને સૌ મુલાકાતીઓ સાથે વર્તન કરે છે.

અમિત ચાવડાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનતી વખતે પણ કાર્યકર તરીકે જ રહેવાની વાત કરી હતી, તેમાં સારી બાબત તે છે કે ખરેખર તેઓએ બોલેલું પાળ્યું છે અને આજેપણ સૌ કોઈ કોંગ્રેસ કાર્યકર સ્વીકારે છે કે પ્રમુખ હોવાનો કોઈ અહમ રાખ્યા વગર પ્રમુખ પદની ગરિમા સાથે સામાન્ય કાર્યકરની જેમ જ આજેપણ સૌ કોઈને મળે છે.

આમ તો તેમાં વ્યવહાર વર્તનની વાતથી વિશેષ તેમણે ફરીએકવાર તેવું કામ કર્યું છે કે જેથી સૌનું દિલ જીતી લીધું છે.

શનિવારના દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, રાજીવ ગાંધી ભવનના ત્રણ સ્ટાફ મેમ્બરનો જન્મદિવસ હતો, ત્યારે ખુદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમના માટે કેક મંગાવીને સૌ સ્ટાફ મેમ્બર્સ સાથે મળીને તેમનો જન્મદિવસ ઉજવ્યો.

હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં ૨૦ કર્મચારીઓનો સ્ટાફ છે, કોઈપણ કર્મચારીનો જન્મદિવસ હોય ત્યારે તેઓ મળીને તેમનો જન્મદિવસ કેક કાપીને ઉજવતા હોય છે. ત્યારે એકતરફ જે નેતાઓ એક લેવલ પર પહોંચ્યા પછી કાર્યકરોથી પણ એક અંતર રાખવા લાગતા હોય છે.

તેવામાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સામેથી સ્ટાફ મેમ્બર્સને સામેથી કહ્યું હતું કે, જયારે તમે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતાં હોવ છો ત્યારે કેમ મને જાણ નથી કરતાં ?

ત્યારે શનિવારે  GPCC ના એક પ્યુન સહિતના બે કર્મચારીઓના જન્મદિવસની ઉજવણી પ્રદેશ કાર્યાલયના કોન્ફરન્સ રૂમમાં શરુ થઇ તેમાં અમિત ચાવડાએ આપેલી હાજરીથી દરેક કર્મચારી અને કાર્યકરનું દિલ તેમણે જીતી લીધું છે.

અમિત ચાવડાએ તેમના વચ્ચે જઈને ઉજવણીમાં આપેલી હાજરીથી ફક્ત તે લોકોમાં આદર વધ્યો છે એટલું જ નહીં પરંતુ તેમની વચ્ચે સૌથી પ્રિય નેતા પણ બની ગયા છે.

નાનામાં નાના વ્યક્તિના પણ દરેક પ્રસંગમાં હાજરી આપીને, સાથે ઉભા રહીને લોકોના દિલમાં વસી જતા સાચા અર્થના નેતા તરીકેની છાપ ધરાવતા અમિત ચાવડાએ GPCC માં વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેનાથી સામેના વ્યક્તિના સમગ્ર જીવનમાં યાદ રહી જાય તેવી છાપ છૂટી જતી હોય છે.

ગુજરાતમાં કોંગ્રેસમાં જોવા મળતું હોય છે અને કહેવાતું પણ હોય છે કે, પક્ષમાં જેટલા છે કાર્યકરો એટલા નેતા છે. કોઈને નાનામાં નાનો હોદ્દો મળી જાય તો પણ તે મોટા જનનેતા બની ગયા હોવાના વ્હેમમાં આવી જતા હોય છે અને એક એવા એટીટ્યુડથી વર્તન કરવા લાગતા હોય છે.

તેવામાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખે પોતે જ જ્યારે જમીની વ્યક્તિ તરીકેનું વર્તન કર્યું છે ત્યારે અન્ય કાર્યકરો અને હોદ્દેદારોને પણ ઘણો મોટો સંદેશ મળી ગયો છે, તેમજ દેખાદેખીમાં ઉતરતા લોકોએ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડામાંથી આ બાબત શીખીને જરૂરથી જીવનમાં ઉતારવા જેવી છે.