ચોખાની વાનગી આરોગ્યા બાદ કેમ ઊંઘ આવે છે.. જાણો

Spread the love

આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હાજર છે જેને આપણા ડાયટમાં ઉમેરીને સારી ઊંઘ મેળવી શકાય છે. આ વાત એક્સપર્ટસે પણ સાબિત કરી દીધી છે. તેમનું કહેવું છે કે ખાવા પર ધ્યાન આપીને સારી ઊંઘ લઇ શકાય છે. બદામ, કીવી, અખરોટ, કેળા, કાબુલી ચણા, દૂધ, દાળિયા અને ચોખા જેવા ખાદ્ય પદાર્થોથી ઊંઘ વધારે આવે છે.

દાળિયા અને ચોખામાં કાર્બોહાઈડ્રેટસ મોટા પ્રમાણમાં હોય છે અને તે ઘણા જલ્દી પછી જતા હોય છે જેનાથી ઊંઘ વધે છે. દાળિયામાં શરીરને ઊંઘના સંકેત આપતો મેલાટોનીન નામનો હોર્મોન હોય છે.

રાતના ખોરાકમાં સલાડ લેવાથી લેક્ટ્રૂકેરીયમનો સ્ત્રાવ થાય છે જે શરીરને આરામ આપે છે. કાબુલી ચણા ઊંઘ લાવવામાં ઘણા મદદગાર સાબિત થાય છે. પ્રોટીનનો સારો સ્ત્રોત હોવા ઉપરાંત કાબુલી ચણામાં વિટામીન બિ ૬ મોટા પ્રમાણમાં હોય છે જે શરીરમાં મેલાટોનીન બનાવે છે.

આવી નોખી અનોખી માહિતી મેળવતા રહો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહીને.