આ છે નરેન્દ્ર મોદીના જોરદાર સ્ટેમિનાનું સિક્રેટ..

Spread the love

અમુક લોકોનો સ્ટેમિના બહુ જોરદાર છે હોય છે. તેમાં બોલીવુડ એક્ટર, રાજકીય નેતા જેવા જાહેરજીવનમાં રહેલા લોકોએ સ્ટેમિના જાળવવો ખુબ અઘરી વાત છે, કારણકે તેમના માટે આરામ શબ્દ હોતો જ નથી. તેઓ માંડ 2 – 3 કલાકની ઊંઘ લેતા હોય છે તો બાકીનો સમય પણ પ્રવાસ અર્થે શારીરિક શ્રમમાં તો રાજકીય કાવાદાવાઓમાં માનસિક શ્રમમાં જ જતો હોય છે, ત્યારે તેમણે આ બધી બાબતોને પહોંચી વળવા સામાન્ય કરતાં પણ વધારે સ્ટેમિનાની જરૂર રહે છે.

તમને આજે જણાવીશું કે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો સ્ટેમિના જાળવવા શું ખાય છે. લંડનનાં પ્રવાસે ગયેલાં મોદીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તેઓ સ્ટેમિના જાળવવા માટે રોજ એક – બે કિલો જેટલી ગાળો ખાય છે. બોલો, ગાળોથી પણ સ્ટેમિના વધે તેવું ભારતીય ઈતિહાસમાં કોઈકે પ્રથમ વખત કહ્યું હશે.

આમ તો આલિયા ભટ્ટ પણ હવે એવું કહી શકે કે તે તેનો સ્ટેમિના જાળવવા માટે લોકોની બે – ત્રણ કિલોના હિસાબે મજાક ખાઈ લે છે. નેતા કે સેલીબ્રીટી બન્યાં છો ભાઈ ગાળો ખાવી અને વખાણ સાંભળવા એ તો જન્મસિદ્ધ અધિકાર બની જાય છે.

જો કે પીએમ મોદીની દ્રષ્ટિ આ બાબતે ટૂંકી પડી કહેવાય કારણકે તેમણે નકારાત્મક રીતે ગાળોનો જ ઉલ્લેખ કર્યો, બાકી તેમના સમર્થકો આ બાબતે હજુ પોતાના નેતા સત્તામાં આવ્યા પછી પણ ટોચના સ્થાને જ છે અને હવે વિપક્ષને એટલી ગાળો દે છે.. માટે જો આ રીતે સ્ટેમિના નક્કી થતો હોય તો નરેન્દ્ર મોદી કરતાં ભાજપના ભક્તો દ્વારા વિપક્ષને મળતી એનાથી પણ ડબલ ગાળો જોઈએ તો રાહુલ ગાંધીમાં વધુ સ્ટેમિના હોવો જોઈએ.