બહાર જવાની જરૂર નથી, ઘરે બેઠા બનાવો ટેસ્ટી ‘શિકંજી’, જાણો સરળ પદ્ધતિ

Spread the love

શિકંજી, આ શબ્દ વાંચતા જ ઠંડકનો આહલાદક અનુભવ થઇ જાય. કાળી ગરમીમાં શિકંજી પીવાથી શરીરને અને મનને ઠંડક થાય છે.

આમ તો બહાર ઠેર ઠેર લારીઓ પર શિકંજી મળતી હોય છે પરંતુ તેમાં વધુ પડતા શેક્રીન તથા ખરાબ ગુણવત્તાના પાણી અને ગંદકીને લીધે અનહાઈજેનીક હોવાનો અને તેથી જ બીમાર પડવાનો ડર રહે છે.

પરંતુ જો બહાર કરતાં ય ફ્રેશ અને ટેસ્ટી શિકંજી જો આપણે ઘરે બનાવીએ તો ? ત્યારે આવો જાણીએ આસાનીથી શિકંજી બનાવવાની રેસિપી :

સામગ્રી (૪ ગ્લાસ શિકંજી માટે)

સંચળ (૨ ટેબલસ્પૂન)

મરી પાવડર : (1/૨ ટેબલસ્પૂન)

ફૂદીનો : (6-7 પાન)

મરીનો ભૂકો (૧ ચમચી)

કઈ રીતે બનાવશો શિકંજીનો મસાલો ?

૨ ટે.સ્પૂ. જીરું લઇ તેને ધીમી આંચ પર આછું શેકી લો. જીરું વધારે શેકાઈને લાલ ના થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખો. બાકીનું જીરું સાદું એટલે કે શેકયા વગર ઉમેરવાનું છે.

એક મિક્સર જારમાં બધી જ સામગ્રી ભેગી કરીને તેને એકદમ ઝીણી વાટી લેવી. આ મસાલાને ચાળીને એક એરટાઈટ શીશીમાં ભરી લો. તૈયાર છે તમારો શિકંજી મસાલો.

શિકંજી બનાવવા :

પાણી (૪ ગ્લાસ)

ખાંડ (૪ ચમચી)

તકમરિયાં (૧ ચમચી)

લીંબુનો રસ (૨ ટેબલસ્પૂન)

એક વાડકીમાં પાણી લઈ તકમરિયાંને ૧૦-૧૫ મિનિટ માટે પલાળી દો.તકમરિયાં ફૂલી જાય એટલે વધારાનું પાણી નિતારી લો..

બાદમાં એક વાસણમાં બે ગ્લાસ પાણી લેવું. પાણીમાં લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને તે ઓગળે નહીં ત્યાં સુધી હલાવો. ત્યારબાદ તેમાં શિકંજી મસાલો નાખીને હલાવી લો.

બાદમાં તેને ફ્રીઝમાં ઠંડુ થવા મૂકી દો. તો એક ગ્લાસમાં બરફના ટુકડા અને પલળેલા તકમરિયા ઉમેરીને થોડીક હલાવીને ઠંડી ઠંડી શિકંજી પીને ઠંડકનો આહલાદક આનંદ લો.

સોડા બનાવવી હોય તો સ્પ્રાઈટ કે સેવન-અપમાં પણ બનાવી શકો છો. તેમજ જો હજુ મસાલેદાર બનાવવી હોય ચાટ મસાલો પણ સ્વાદાનુસાર નાખી શકો છો.

શિકંજી પીવાના ફાયદા :

લૂ લાગવાથી બચાવે છે.

શિકંજીમાં લીંબુ નાખવામાં આવે છે જેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

તડકામાં ફરીને આવ્યા હોવ, વર્કઆઉટ કર્યા પછી શિકંજી પીવાથી શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે.

લીંબુ અને ભરપુર મસાલા હોવાથી તે પાચનક્રિયામાં મદદ કરે છે.