શિવસેના આપશે ભાજપને સૌથી મોટો ફટકો.. ખેલશે આટલો મોટો દાવ..!!

Spread the love

મહારાષ્ટ્રમાં હાલમાં કશું જ બરાબર નથી ચાલી રહ્યું. વિધાનસભાના પરિણામો આવ્યા પછી આજે બે અઠવાડિયા થવા આવ્યા હોવા છતાં સરકાર બનાવવા અંગે કોઈ સ્પષ્ટતા નથી થઇ શકી.

ભાજપ જે શિવસેનાના ખભે બેસીને મહારાષ્ટ્રમાં પગપેસારો કરી ગઈ અને સત્તા સુધી પહોંચી ગઈ તે જ શિવસેનાને આજે અવગણી રહી છે જો કે તેનો બદલો શિવસેના વાળવા જઈ રહી છે.

શિવસેનાને ભલે ભાજપ કરતા ઘણી ઓછી બેઠકો મળી છે પરંતુ મહારાષ્ટ્રમાં ભાજપનો પ્રવેશ શિવસેનાના કારણે જ થયો છે અને તેના માટે ભાજપે શિવસેનાનું આભારી રહેવું જોઈએ પરંતુ તેમને મુખ્યમંત્રી પદ આપવાની તૈયારી ભાજપ દર્શાવી નથી રહી.

તો સામે છેડે કોંગ્રેસ અને એનસીપી પણ હજુ શિવસેનાને ટેકો આપવા મુદ્દે કોઈ સ્પષ્ટતા નથી કરી રહ્યા, સૌ કોઈ ત્યાં વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે.

અત્યારે પરિસ્થિતિ તે હદે થઇ ગઈ છે કે જો મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ ભેગા મળીને સરકાર બનાવે છે તો બન્નેમાંથી એક પક્ષને જતું કરવું પડી શકે છે, જે શરણાગતીની પરિસ્થિતિને જ દર્શાવી શકે છે.

આ પરિસ્થિતિમાં અંદરખાને કોંગ્રેસ અને એનસીપી પણ શિવસેના સાથે મળીને સરકાર બનાવી શકે છે તેવી અટકળો ચાલી રહી છે.

તેથી જો મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવા સાથે સરકાર બનાવવામાં ટેકો નથી આપતી તો તે સંજોગોમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર બની શકે છે.

જો કે સામે શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવા સાથે શિવસેના સામે પણ તેઓ કેટલીક શરતો રાખી શકે છે, જેમાં શિવસેનાને તેમનું વલણ સ્પષ્ટ કરવા અને મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર મળે તે માટે કેન્દ્રમાં એનડીએમાંથી ટેકો પાછો ખેંચી લેવા માટે પણ કહી શકે છે.

તો ભાજપથી નારાજ ચાલી રહેલી શિવસેના આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારમાંથી ટેકો પણ પરત ખેંચી શકે છે, ભલે ભાજપ પાસે પૂર્ણ બહુમતી છે અને સરકારને કોઈ આંકડામાં ફેર નહી પડે પરંતુ હજુ કેન્દ્રમાં સરકાર બન્યે છ મહિના પણ નથી થયા અને સૌથી જુનો અને મજબુત સાથી જો સમર્થન છોડી દે છે તો તે કેન્દ્રની મોદી સરકાર માટે ઘણી નકારાત્મક અસર ઉભી કરી શકે છે.

આ સાથે જ માસ્ટર સ્ટ્રોક અને ચાણક્યનીતિની એક્સપર્ટ કહેવડાવતી ભાજપ અને તેની નેતાગીરી માટે પણ શરમની વાત રહેશે કે ફાઈનાન્સમાં દેશના અગ્રતાના સ્થાને રહેલા મહારાષ્ટ્રમાં તેમની નાકની નીચેથી અન્ય પક્ષો સરકાર બનાવી ગયા અને સૌથી વધારે બેઠકો મળવા છતાં તેઓ મજબુર બનીને કશું કરી શક્યા નહીં, કેન્દ્રમાં પોતાની જ સરકાર હોવા છતાં પણ..!!

આમ શિવસેના મહારાષ્ટ્રમાં પોતાના મુખ્યમંત્રી બનાવવા સાથે ભાજપને અનેક મોટા ફટકા આપી શકે છે જેની અસર હાલમાં રાજકીય રીતે થાય કે ના થાય પણ આવનારા સમયમાં ભાજપના વિરોધને મજબુત કરી જશે.