તો દેશમાંથી મોદી સરકાર જાય છે.. મળ્યા આવા સંકેતો..!! જાણો

Spread the love

અબકી બાર ૩૦૦ કે પાર, ૩૫૦ કે પાર એવા બધા નારા આપીને પ્રચાર શરુ કરનાર ભાજપ હવે સ્વીકારવા લાગી છે કે આ વખતે ૩૦૦ ને ૩૫૦ તો દુર બહુમતી પણ મેળવવાના ફાંફા પડ જાને વાલા હૈ.

ભાજપના જ અનેક નેતાઓ જાહેરમાં સ્વીકારી રહ્યા છે કે હવે ભાજપે ગઠબંધનો કરવા પડશે, ૨૦૧૪ ની જેમ એકલા હાથે બહુમતી નહીં મેળવી શકે, તો સામે છેડે વિપક્ષ પણ એકજુટ થયો છે અને ભાજપને હરાવવા મેદાને પડ્યો છે.

મોટી મોટી ડીંગો હાંકવામાં માનતી ભાજપ જ ગઠબંધન કરીને સરકાર બનાવી લઈશું એવી મજબુરીભરી વાતો પર આવી ગઈ છે તો વાસ્તવિકતા કેટલી ખરાબ હશે ?

ગ્રામ્ય લેવલે તો ભાજપનું દેશભરમાં ધોવાણ થવાનું નિશ્ચિત છે અને કોંગ્રેસનું ૭૨ હજારનું વચન પણ પ્રજામાં કામ કરી ગયું છે. ભાજપના ગુજરાત બાદ કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ, તેલંગાણામાં બુરા હાલ થયા.

છેલ્લી અનેક ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓમાં ભાજપ ભૂંડે હાલ હારી છે, ટીવી મિડિયા અને સોશિયલ મિડિયા સિવાય ભાજપ ક્યાય જોવા નથી મળતું.

ત્યારે છેલ્લા ઘણા દિવસોથી શેર બજારમાં કડાકા બોલી રહ્યા છે, શરુઆતમાં તો વૈશ્વિક અસરોને જવાબદાર ગણાવી દેવામાં આવતી હતી પરંતુ આ કડાકાનો સિલસિલો હજુ ચાલુ જ છે.

વૈશ્વિક પરિસ્થિતિમાં આ કડાકાઓને ખપાવી દઈને ભાજપની હાર છુપાવવામાં આવી રહી હતી પણ નિષ્ણાતો જણાવી રહ્યા છે તે અનુસાર સત્તાધારી ભાજપ જીતે તેવી પરિસ્થિતિ નથી અને પૂર્ણ બહુમતની સરકાર સત્તામાં આવતી જોવા નથી મળી રહી.

શેર બજાર તૂટી રહ્યું છે તે ઘણા મોટા સંકેતો છે કે હવે ભાજપ સત્તામાં બહુમતી સાથે તો નથી જ આવી રહી તો યુપી – બિહારમાં ભાજપને નુકસાન થશે તો ૨૦૦ થી ઉપર બેઠકોનું ટોટલ નહીં પહોંચે.

છતાં ભાજપે સત્તા ટકાવવી હોય તો અનેક પક્ષોના ટેકાથી નિતીન ગડકરી કે અન્ય કોઈ વ્યક્તિને રજુ કરીને વડાપ્રધાન બનાવવા પડે પરંતુ એટલી વાત તો નક્કી છે કે ભાજપને વર્ષ ૨૦૧૪ ની સરખામણીમાં આ લોકસભા ચૂંટણીમાં ઘણું નુકસાન થઇ રહ્યું છે.

ત્યારે એક અઠવાડિયા પછી બધું જ સ્પષ્ટ થઇ જશે, તે જોવું રહ્યું.