તક્ષશિલાના મૃતકો માટે ૫ વર્ષની બાળકીએ રાખ્યા જીવનના પહેલા રોઝા..!!

Spread the love

રમઝાનમાં રોઝા રાખવામાં માત્ર મોટા લોકો જ નથી, તેમાં બાળકો – વૃદ્ધો પણ હોય છે. ઉનાળાની આ ગરમીમાં રોઝા રાખવા ઘણા કઠીન છે પરંતુ દુઆ હોય ત્યાં ગમે તેવી મુશ્કેલીઓ આસાનીથી પાર પડી જતી હોય છે.

ઈમેજ સોર્સ: ફેસબુક

ત્યારે સુરતના એક પત્ર મોઈન શેખની પાંચ વર્ષની દીકરી સિફાએ પણ રોઝા રાખ્યા હતા. સમજી શકાય તેવી વાત છે કે પાંચ વર્ષની બાળકી માટે તો આ વાત કેટલી કઠીન બની જાય.

પરંતુ પાંચ વર્ષની માસુમ બાળકી શિફાએ રમઝાનમાં મોટી ફજીલતવાળું ૨૭ મુ રોઝું રાખ્યું હતું, અને આ રોઝા કોઈને કહેવાથી નહીં પરંતુ પોતાની મરજીથી રાખ્યું હતું.

સિફાને ઘરના વડીલોએ રોજા રાખવાની ના પાડી હતી તેમ છતાં તેણે પરાણે રોજા રાખ્યા હતા. આટલી 44℃ ગરમી માં અન્ન જળ વગર તેને રોજા શા માટે રાખવા છે તેમ જ્યારે જાણ્યું તો ત્યારે સૌ કોઈ ચોકી ઉઠ્યા..!!

ઈમેજ સોર્સ: ફેસબુક

તેનો જવાબ હતો તક્ષશિલા અગ્નિકાંડ સુરતમાં જે માસૂમ બાળકો મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે તે માટે રોજાનું મને મળનારું સમગ્ર પુણ્ય અર્પિત કરી હું શ્રદ્ધાંજલિ આપી તેમને સાચો ન્યાય મળે તેવુ હું ઈચ્છું છું.

શિફાએ પહેલા તેના પિતાને રોઝા રાખવાની વાત કરી પરંતુ ત્યાંથી મંજુરી ના મળતા અમ્મીને જણાવ્યું, અને બાદમાં સહરી ખાઈને રોઝા રાખીને અલ્લાહનો આભાર માન્યો.

બાદમાં તેણે જણાવ્યું કે, તેણે શહેરના સરથાણામાં બનેલી અગ્નિકાંડની ઘટનાના ફોટા અખબારમાં જોયા હતા. ત્યારથી જ તે પોતાના હાથ જોડીને તે માસુમોની આત્માની શાંતિ માટે અને પરિવારને સાંત્વના મળે તે માટેની દુઆ કરી રહી હતી.

તક મળતા શિફાએ તે બાળકો માટે રોઝા રાખી લીધા અને દિવસભર તપસ્યા કરી. ત્યારે આપણી પણ તે જ પ્રાથના છે કે આ માસુમની દુઆને અલ્લાહ કબુલ કરે.

નાના બાળકો ભગવાનનું સ્વરૂપ કહેવાય છે, તેમનામાં કોઈ જ પ્રકારના લોભ લાલચ, કપટ, વેરઝેર, ઈર્ષ્યા કે કોઈ સ્વાર્થ નથી હોતો, સ્વચ્છ મનથી કરેલી પ્રાર્થના ઉપરવાળો જરૂરથી સાંભળે છે.

‘સલામ છે શિફાને’