આ છે ગુજરાતના સૌથી ઊંચા બિલ્ડીંગ, જુઓ સમગ્ર લિસ્ટ..

Spread the love

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરો તેજ ગતિએ વિકસી રહ્યા છે, વિદેશના ડેવલપર્સ પણ આ શહેરોમાં રોકાણ કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતના શહેરોમાં પણ બહુમાળી ઇમારતો બનવા લાગી છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં અનેક નવી ગગનચુંબી ઇમારતો બની છે.

જેમાં સામાન્ય કરતા એટલે કે ૧૪ માળ કરતા વધુ ઊંચાઈની સૌથી વધુ ઇમારતો અમદાવાદ શહેરમાં બની છે, છેલ્લા પાંચ વર્ષમાં આવી અનેક બિલ્ડીંગ બની છે. તો સુરતના ડ્રીમ સીટીમાં અને અમદાવાદના છેડે ગાંધીનગર પાસે ગીફ્ટ સીટીમાં આવી અનેક ઇમારતો એકસાથે બની રહી છે.

અમદાવાદમાં અગાઉ ટીવી ટાવર અને પતંગ હોટલ ઉંચી બિલ્ડીંગમાં ગણવામાં આવતા હતા, તો અપના બજારનું બિલ્ડીંગ એક સમયે અમદાવાદનું સૌથી ઊંચું બિલ્ડીંગ હતું.

જો કે સમય જતા હવે એસ,જી. હાઈવે અને નદીની પેલે પાર નરોડા વિસ્તારમાં પણ અનેક ઉંચી ઇમારતો બની ગઈ છે. અમદાવાદમાં BRTS રૂટ પર તેમજ અફોર્ડેબલ હાઉસની સામે FSI ના મળતા લાભને કારણે અનેક નવી ઉંચી ઇમારતો બની રહી છે.

જો ગીફ્ટ સીટીને બાદ કરીને ચાલીએ તો હાલમાં ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડીંગ અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં તક્ષશિલા એર બની રહી છે. આ બિલ્ડીંગનું મોટાભાગનું બાંધકામ પૂર્ણ થઇ ચુક્યું છે, બ્યુટીફીકેશનનું જ કામ ચાલી રહ્યું છે.

તક્ષશિલા એર ટ્વીન ટાવર્સ છે અને અઢારમાં તેમજ ઓગણીસમાં માળે બે ટાવર વચ્ચે બ્રિજ આવેલો છે. આ અદ્ભુત બિલ્ડીંગ ૪૬૬ ફૂટ એટલે કે ૧૪૨ માળ ઊંચું છે, ફ્લોર વાઈઝ જોવા જઈએ તો તે ૪૬ માળનું બની શકે પરંતુ તેની વધુ સીલીંગ હાઈટને કારણે આટલી ઊંચાઈમાં પણ ૨૮ માળ જ સમાવ્યા છે.

આ સિવાય અમદાવાદના થલતેજ વિસ્તારમાં એસ.જી. હાઈવે પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલ ૭૨ મીટર ઉંચી છે જે ૨૪ માળ જેટલી ઉંચાઈ થઇ શકત પણ ૧૫ માળમાં જ આટલી ઊંચાઈ આવરી છે.

તો એસ.જી. હાઈવેથી ઇસ્કોન – આંબલી રોડ પર તરત જ આવતા ગેલોપ્સ મોલ તોડીને બનાવાયેલા પારિજાત એક્લેટ અને પ્રિવીલીયન બિલ્ડીંગ ૭૨ મીટર ઊંચા છે, તેની બાજુમાં જ સેવેન્ટી ટ્વીન ટાવર, આગળ આર્યન ઓપ્લુઅન્સ, ફન રિપબ્લિક તૂટીને બની રહેલ ધ બંગ્લોઝ, One 49 સહિતના ૭૦ મીટર ઊંચા બિલ્ડીંગ છે તેમજ ‘જેવલ્સ રેસિડેન્સી ‘ જેવા અનેક ઊંચા બિલ્ડીંગ આ રોડ પર બની રહ્યા છે.

તો બોપલમાં રીંગ રોડ પર ઇસ્કોન પ્લેટીનમ છે, તેની સામે સન સ્કાય પાર્ક, સન સેન્ટ્રલ પાર્ક, એપલ વુડ્સ છે, આગળ નરોડામાં રીંગ રોડ પર સ્કાય સીટી છે, એસ.જી. હાઈવે પર જ પાછા ફરીએ તો મોન્ડીય્લ હાઈટ્સ, શપથ ૫, વેસ્ટગેટના ત્રણ બિલ્ડીંગ, ગોદરેજ ગાર્ડન સીટી પાઈનાક્ર્સ્ટ ૧ -૨ -૩, અદાણી શાન્તિગ્રામમાં વોટર લીલી, સાયન્સ સીટી રોડ પર ધ કેપિટલ, વીએસ. હોસ્પિટલ પાસે SVP હોસ્પિટલ સહિતના ૭૦ મીટરના બિલ્ડીંગ છે.

તો સિંધુ ભવન રોડ પર સંકલ્પ સ્ક્વેર અને આગળ જજીસ બંગ્લોઝ રોડ પર આઈટીસીની હોટલ ૭૦ મીટર ઉંચી બની રહી છે. આ ઉપરાંત પતંગ હોટલનું બિલ્ડીંગ ૬૭ મીટર ઊંચું છે.

આ સિવાય હાઉસિંગ બોર્ડ ફ્લેટ શાસ્ત્રીનગર, ધ ડબલ ટ્રી, ધ ફર્સ્ટ, એલ.જી. મેડીકલ કોલેજ મણીનગર સહિતના અનેક ૫૬ મીટર જેટલા ઊંચા બિલ્ડીંગ આવેલા છે.

આ સિવાય આવનારા સમયમાં અમદાવાદમાં સત્યમ સ્કાઈલાઈન ૨, ધ તાજ સિંધુ ભવન રોડ સહીત હજુ ઘણા નવા ઊંચા બિલ્ડીંગ આવી રહ્યા છે,  આ ઉપરાંત રાજકોટના સિલ્વર હાઈટ્સના ત્રણ બિલ્ડીંગ ૭૭ મીટર (૨૧ માળ) ઊંચા છે.

સુરતમાં પણ અનેક ઊંચા બિલ્ડીંગ આવેલા છે, અડાજણ BRTS રોડ પર ૭૦ મીટર સુધીની ઊંચાઈના બિલ્ડીંગ આવેલા છે તો બોમ્બે માર્કેટ સહીત ૧૫ અને ૧૬ માળની ઇમારતો છે, સુરતમાં GHB ના પણ ૫૬ મીટર ઊંચાઈની ઈમારતો આવેલી છે.