TDP અને શિવસેના પછી હવે આ પાર્ટી પણ છોડી શકે છે ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સાથ

Spread the love

કેન્દ્રીય મંત્રી અને એનડીએ સરકારનો દલિત ચહેરો રામવિલાસ પાસવાન પણ હવે પોતાની જ સરકારથી નારાજ થયા છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર સરકાર સાથે મક્કમતાથી ઉભા રહ્યાના બે દિવસ પછી તેઓ જ દલિત મુદ્દે સરકારના વલણથી વિરુદ્ધમાં થઇ ગયા છે.

સોમવારે તેમણે પોતાના નિવાસસ્થાન પર એનડીએના કેટલાક દલિત સાંસદો સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ મિડિયામાં બોલ્યા કે, જસ્ટિસ આદર્શ કુમાર ગોયલને એનજીટીના ચેરમેન બનાવવાને કારણે ખોટો સંદેશ ગયો છે. આ અંગે એનડીએના કેટલાક દલિત સાંસદોએ ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટીસ એકે ગોયલ સુપ્રિમ કોર્ટથી રીટાયર થયેલા તે જજ છે, જેમને એસસી – એસટી એક્ટમાં ઢીલ આપતો ચુકાદો આપ્યો હતો.

રામવિલાસ પાસવાનના પુત્ર અને સાંસદ ચિરાગ પાસવાને પણ કહ્યું છે કે તેઓ સરકાર સામે માંગણી મુકશે કે જસ્ટીસ ગોયલને તેમના પદ પરથી હટાવવામાં આવે. ચિરાગ પાસવાનનું કહેવું છે કે, એસસી – એસટી એક્ટને લઈને કેટલાક દલિત સંગઠન ૯ ઓગસ્ટે વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે. તેઓ કહે છે કે સરકારે એસસી એસટી એક્ટને લઈને સંસદમાં બિલ લઈને આવવું જોઈએ.

જેથી બીલને ફરીથી ઓરીજનલ ફોર્મમાં લાવી શકાય. ચિરાગ કહ્યું કે, ૭ ઓગસ્ટ પહેલા સરકાર બિલ લાવે જેથી 8 ઓગસ્ટે ઓરડીનન્સ લાવી શકાય અને ૯ તારીખે થનારું વિરોધ પ્રદર્શન અટકાવી શકાય.

હવે ૨૦૧૯ ની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ પવન બદલાતા સ્થાનિક પક્ષો ભાજપનો સાથ છોડવા લાગ્યા છે તેવામાં પાંચ વર્ષમાં દલિતો પર અત્યાચારના અનેક કેસ સામે આવ્યા બાદ અને તેમાં સરકાર બરાબરની બદનામ થઇ ગયા બાદ હવે રામવિલાસ પાસવાનને પણ એનડીએથી અલગ થવા કોઈ ને કોઈ બહાનું જોઈતું હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

તેવામાં જો બિહારમાં રામવિલાસ પાસવાન ભાજપથી અલગ થઇ જાય તો ભાજપને ત્યાં બેઠકો જાળવવી ઘણી મુશ્કેલ બની જાય. તો રામવિલાસ પાસવાન અગાઉ પણ કોંગ્રેસ – ભાજપ – કોંગ્રેસ અને હવે ભાજપ તરફ રહીને જણાવી ચુક્યા છે કે આજની રાજનીતિમાં તકનો ફાયદો કેવી રીતે ઉઠાવવો એ વાતને તેઓ સારી રીતે જાણે છે.