લોકસભા ૨૦૧૯ : મોદી કે રાહુલ ગાંધી નહીં આ વ્યક્તિ બનશે દેશના વડાપ્રધાન..!!

Spread the love

દેશમાં અત્યારે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે, ભાજપ અને કોંગ્રેસ બન્નેય જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ પરિવર્તનની વાત કરી રહી છે તો ભાજપ પુનરાવર્તનની વાત કરે છે.

છેલ્લે ડીસેમ્બરમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત અને બાકીના બે રાજ્યોમાં પણ ભાજપની હાર આમ પાંચેય રાજ્યમાં કારમી હાર મેળવ્યા બાદ ભાજપ પણ પોતાને જીતવું અઘરું હોવાનું માની રહી છે.

દેશમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસને પનો ટૂંકો પડતો હોય અને ભાજપ સત્તાથી ઘણી દુર થઇ રહી હોય હવે દેશમાં માહોલ કંઈક અલગ પ્રકારનો જ બની રહ્યો છે.

સટ્ટા બજારમાં વિસંગત આંકડા અને શેર બજાર કડકભૂસ થઇ રહ્યું છે તે જોતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાષા ને શબ્દપ્રયોગો જોતા હવે ભાજપ તો સત્તા ગુમાવી જ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.

સીધી ગણતરી છે કે ઉત્તરપ્રદેશમાં સપા – બસપાનું ગઠબંધન ભાજપના ગઠબંધનને આ વખતે મોટી પછાડ આપી રહ્યું છે તો, ગુજરાત – રાજસ્થાન- એમપી – છત્તીસગઢ – મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોંગ્રેસ ગત ચૂંટણીમાં મોટી હાર મેળવી ચુકેલી તેની સામે ઘણું રિકવર કરી રહી છે.

તેથી ભાજપની બેઠકોમાં મોટા પ્રમાણમાં ઘટાડો નિશ્ચિત છે, બીજીતરફ કોંગ્રેસ પણ ૪૪ બેઠકો પરથી ઘણી આગળ વધે તેવું કહેવાય છે પરંતુ સાઈલેન્ટ વોટીંગ જોતા તેઓ પણ સરકાર બનાવવા માટે વિશ્વસ્ત નથી.

આ પરિસ્થિતિમાં કોંગ્રેસ જો 1૪૦ થી વધુ બેઠકો ના મેળવે અને ભાજપ ૧૮૦ થી વધુ બેઠકો ના મેળવે તો રાહુલ ગાંધી કે મોદી બે માંથી એકેય વ્યક્તિ વડાપ્રધાન બની ના શકે.

ભાજપને સમર્થન આપવા કોઈ પક્ષ તૈયાર થાય નહીં, તો કોંગ્રેસે વધુ પક્ષોનું સમર્થન મેળવવા પડતા સરકાર દબાણ હેઠળ ચલાવવી પડે તેથી કોંગ્રેસ પણ તેવી પરિસ્થિતિમાં પોતાના નેતૃત્વ હેઠળ સરકાર ના બનાવે.

હાં ભાજપ કદાચ નિતીન ગડકરી કે દેવેન્દ્ર ફડણવીસ કે રાજનાથસિંહને વડાપ્રધાન તરીકે પસંદ કરે તો અન્ય પક્ષો તેને સમર્થન આપી શકે છે પરંતુ આમ કરવાથી ભાજપમાં મોટું ઘમાસાણ થઇ શકે છે.

હાલમાં દેશમાં થઇ રહેલા મતદાનથી લાગી રહેલા વિવિધ અંદાજો વચ્ચે કેસીઆર, YSR કોંગ્રેસના જગન મોહન સહિતના નેતાઓ હવે ત્રીજા મોરચાની સરકાર રચાય તે માટે સૌને એકજુટ કરવાના પ્રયત્નો કરવા લાગ્યા છે.

તેવી પરિસ્થિતિમાં વિકલ્પ બચે છે માયાવતી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, સ્ટાલિન અને શરદ પવાર. જો કે સંભવિત રીતે આ બધા વચ્ચે સૌથી ઓછી બેઠકો મેળવનાર શરદ પવારની શક્યતા વધારે છે.

શરદ પવારની શક્યતા પાછળ મોટું કારણ તેમનો રાજકીય અનુભવ, કોંગ્રેસ પણ ભરોસો કરી ખુલીને સમર્થન આપે, સૌને એકમત કરી શકે તો ઔદ્યોગિક લોબીનું પણ સમર્થન મળી જાય. કદાચ મહારાષ્ટ્રના હોવાથી શિવસેના ય તેમને સમર્થન આપી શકે.

શરદ પવાર વર્તમાન રાજનીતિમાં સૌથી સિનીયર નેતાઓમાંથી એક છે, કોંગ્રેસથી અલગ થઈને તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી અને મહારાષ્ટ્રના રાજકારણમાં સારું એવું વર્ચસ્વ જમાવ્યું.

કદાચ જો તેમની સરકાર સફળ રહે છે તો એનસીપીનો ફરીથી કોંગ્રેસમાં વિલય પણ થઇ શકે છે, કારણકે તેમની જે ઈચ્છા હતી તે કોંગ્રેસના ટેકાથી પૂર્ણ થઇ જતા અલગ રહેવાનું કોઈ કારણ ના બચે.

રાજકીય પંડિતો દ્વારા પણ માયાવતી, મમતા, અખિલેશ જેવા સ્થાનિક નેતાઓ કરતાં રાષ્ટ્રીય કક્ષાએ રાજનીતિ કરી ચુકેલા અને જાતીય રાજનીતિથી દુર તેવા શરદ પવારની શક્યતા વધારે જોવા મળી રહી છે ત્યારે હવે આતો ૨૩ મે બાદ જ ખબર પડી શકશે કે દેશની રાજનીતિ કઈ દિશામાં જશે.