વડોદરા પોલીસના આ કામથી મહેકી ઉઠી માનવતા..!! જાણીને કરી ઉઠશો સલામ

Spread the love

વડોદરાની આ ઘટના તમારો માણસાઈ પર ભરોસો વધુ ઊંડો કરાવી દેશે.

જાન્યુઆરી ૨૦૧૮ માં માતાની હત્યા થઇ ગયા બાદ આઠ વર્ષના ભાવેશનો સહારો તેના પિતા, ભારત દેવીપુજક હતા. બિચારો ભાવેશ તે વાતથી અજાણ્યો હતો કે તેની માં નો હત્યારો બીજું કોઈ નહીં પણ તેના પિતા જ છે.

સોમવારે જયારે પોલીસે આ મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરીને ભારતની ધરપકડ કરી તો નાનકડો ભાવેશ તદ્દન નિસહાય થઇ ગયો. તેનો બિચારાનો શું વાંક ? તેના ભવિષ્યનું શું ?

પણ કહેવાય છે ને, જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે. કંઈક એવું જ ભાવેશ સાથે થયું. માતા અને પિતા બન્ને છીનવાઈ ગયા હોવા છતાં ભાવેશ એકલો નહોતો, કારણકે પોલીસવાળાઓએ તેને પોતાની દેખરેખમાં રાખવાનો નિર્ણય લીધો છે.

તેઓ ઈચ્છતા હતા કે જ્યાં સુધી ભાવેશ મોટો ના થઇ જાય ત્યાં સુધી તે લોકો તેનું ધ્યાન રાખે.

ભાવેશ હજુ સુધી તેના પિતા સાથે એક રૂમના મકાનમાં રહેતો હતો. તેના પિતા એક દુકાન પર સામાન્ય મજુર હતા.

TOI ની ખબર અનુસાર ભાવેશની માતા કંકુ પોતાના પતિ ભારતથી તેમનું ઘર વેચવા પર નારાજ હતી. આ ઘર ભારતને સરકારની સસ્તા મકાનોની હાઉસિંગ સ્કીમ હેઠળ મળ્યું હતું. કંકુ અને ભારતની વચ્ચે ઘણો ઝગડો થયો હતો.

આ બધાની વચ્ચે ભારતે તેનું ગળું દબાવી દીધું અને રાત્રે તે રૂમમાં ઊંઘી ગયો. બીજા દિવસે ભારતે પોલીસમાં પોતાની પત્નીને પલંગ પર મરેલી જોઈ હોવાની ફરિયાદ નોંધાવી.

ભાવેશનું નવું ઘર હવે પાણીગેટમાં ઝોન ૩ ની ઓફીસ બિલ્ડીંગનો એક રૂમ છે. સવારે એક મહિલા પોલીસ અધિકારી આવીને તેને જગાડે છે અને તેનો નાસ્તો તૈયાર કરે છે.

પોલીસ કર્મચારીઓ ભાવેશ માટે ક્યારેક ફળ તો ક્યારેક ચોકલેટ લાવતા રહે છે. કેટલાક તો તેની સાથે રમતા પણ હોય છે.

જેમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ”અમને આશા છે કે એકવાર ફરીથી જયારે તે સ્કુલ જવા લાગશે અને પોતાના દોસ્તોને મળશે તો તેનું જીવન પહેલાની જેમ જ થઇ જશે. તે ઘણો ચંચળ અને ભણવામાં પણ હોંશિયાર છે.”

એસ.જી. પાટિલ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (E ડિવીઝન) કહે છે, ”જો ભાવેશને અહીયાં સારું નહીં લાગે તો અમે તેને બાળકોની હોસ્ટેલમાં મોકલી દઈશું પરંતુ અમે હંમેશા તેના અભિવાવક રહીશું.”

ત્યારે હાલમાં ભાવેશના ભણતરનો ખર્ચો બધા જ પોલીસ અધિકારીઓ ભેગા થઈને ઉઠાવે છે.