આ વિડીયો જોઇને તમે જિંદગીમાં કદી લારી પર ‘પાણીપુરી’ નહીં ખાઓ.. જુઓ

Spread the love

આજકાલની વાત નથી, પહેલેથી પાણીપુરીની લારીઓવાળા અખાદ્ય રીતે કંઈકની કંઈક ભેળસેળ કરતા પકડાતા રહ્યા છે. આપણે જ્યાં હોંશે હોંશે અને ખિસ્સા હળવા થઇ જાય એટલા રૂપિયા જ્યાં ખર્ચતા રહીએ છીએ તેવી પાણીપુરીની લારીઓમાં તેના ચણા – બટાકાના મસાલામાં, પાણીપુરીની પૂરીમાં, પાણીમાં મિલાવટ કરતા રહ્યા છે.

અગાઉ પાણીપુરીના પાણીમાં નાક અને કાનનો મેલ, દેડકા, એસિડીક લિક્વિડ સહિતના કમકમાટી લાવી દે તેવા તત્વો મિલાવતા પકડાયેલા છે, તો મસાલામાં સડેલા બટાકા, ચણા, ખરાબ મસાલા, તત્વો મિલાવતા પકડાયા છે તો પૂરી ખરાબમાં ખરાબ કક્ષાના તેલ વપરાતા હોય છે તો જ્યાં પૂરી બનતી હોય છે તે જગ્યાઓ પણ ગંદકીથી ભરેલી હોય છે.

એક રૂમમાં ૫ – ૬ જણા રહેતા હોય છે, ચાલીઓમાં જ્યાં પ્રાથમિક સુવિધાઓ હોતી નથી તેવી જગ્યાઓ પર પાણીપુરીની પુરીઓ બનતી હોય છે. લોટમાં જીવડા – ધનેડા, લોટ બાંધવામાં કોઈ સ્વચ્છતા નહી, તેલ સાવ ખરાબ, તેમજ આસપાસનું વાતાવરણ પણ સ્વાસ્થ્ય માટે ભયજનક હોય છે.

સમયાંતરે પાણીપુરીની લારીઓ પર દરોડા પડતા રહે છે પણ બાદમાં તેઓ બેરોકટોક ભેળસેળ કરીને ફરીથી શરુ પણ પડી જતા હોય છે. ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં પાણીપુરી પર પ્રતિબંધ જ મૂકી દીધો છે, તો અન્ય શહેરોમાં પણ આવો નિર્ણય લેવાઈ શકે છે તો વિસનગરમાં પણ અગાઉમાં પાણીપુરીની લારીઓવાળા પર કડક નિર્ણયો લેવાઈ ચુક્યા છે.

માત્ર લારીઓ જ નહી અગાઉ પાણીપુરીના મોંઘા સ્ટોલ અને દુકાનોમાં પણ અખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા, તો આ અગાઉ અમદાવાદ જેવા શહેરમાં તો મોંઘી હોટલોમાં પણ અખાદ્ય શાક, બટર, પનીર સહિતની ઘણી વસ્તુઓના સેમ્પલ ફેઈલ થઇ ચુક્યા છે.

વડોદરામાં મુકાયેલા પ્રતિબંધને પગલે અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં પાણીપુરીની લારીઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, જો કે સફાળું જાગેલું તંત્ર અત્યારસુધી ક્યાં ઊંઘતું હતું ખબર નહી, આ ભેળસેળ અને ગંદકી આજકાલથી તો શરુ નથી થઇ.

મોડું તો ભલે પરંતુ હવે તંત્ર કડક કાર્યવાહી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકાવે તેવી લોક માંગણી વ્યક્ત થઇ રહી છે. કેમકે આપણા દેશનું સરકારી તંત્ર કડક પગલા એક વખત તો લઇ લે છે પરંતુ પછી શું કરે છે તે હવે લોકો સારી રીતે જાણી ગયા છે.

હાલમાં પાણીપુરીની લારીઓ પર થઇ રહેલા કડક ચેકિંગના ઘણા ચોંકાવનારા વિડીયો સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહ્યા છે, કદાચ સરકારની આ કાર્યવાહીને ના સમજતા લોકોને વાયરલ થઇ રહેલા વિડીયો જોઇને સમજાઈ જશે. તેમજ આ વિડીયો જોઇને તમે બહાર પાણીપુરી ખાવાનું જીવન માટે પણ ભૂલી જશો એ હદની ગંદકી કરવામાં આવતી હોવાનું દેખાય છે.

તંત્ર તો કઈ કરે કે ના કરે પણ આપણે જો જાગૃતિ રાખીશું અને ગંદકી હોય તેવી જગ્યાઓ પર બહારનું ખાવાનું ટાળીશું તો પણ આવા ધીમું ઝેર ખવડાવતા લોકો સીધા થઇ જશે.

સોશિયલ મિડિયામાં વાયરલ થયેલો આવો જ એક વિડીયો એક ફેસબુક યુઝર દ્વારા મુકવામાં આવ્યો છે, જે આ પ્રમાણે છે..