આ છે તે ૧૧ દેશ, જ્યાં વગર વિઝાએ જઈ શકે છે ટુરિસ્ટ, મળે છે આ સુવિધા

Spread the love

કોઇપણ દેશમાં ફરવા જવા માટે ટુરીસ્ટ વિઝા જરૂરી હોય છે. પરંતુ કેટલાક દેશો તેવા પણ છે, જે ઘણા દેશના નાગરિકોને વિઝા ઓન અરાઈવલની એટલે કે ઈ-વિઝાની સુવિધા આપે છે. તેને મેળવવા માટે ફક્ત તમારે એક ફોર્મ ભરવાનું રહેશે અને કેટલીક ફી ભરવી પડશે.

ચાલો આ વાત પર તમને જણાવીએ છીએ, જે ભારતીય નાગરિકોને ઈ વિઝાની સુવિધા આપે છે.

૧. સિંગાપુર

દુનિયાના સૌથી મોંઘા શહેરોમાંથી એક છે સિંગાપુર. અહિયાં ભારતીયોને ત્વરિત વિઝા ઓન અરાઇવલની સુવિધા આપવામાં આવે છે.

૨. વિયતનામ

દુનિયાના સૌથી ખુબસુરત દેશોમાં વિયતનામનું નામ પણ છે. ત્યાં જવા માટે વિઝાની ફીઝ ઘણી ઓછી છે. ઇન્ડિયન્સ માટે ઈ-વિઝાનું ઓપ્શન પણ ખુલ્લું છે.

૩. તુર્કી

તુર્કીમાં તેવા ઘણા ઐતિહાસિક સ્મારકો છે. તે જોવા માટે તમારે ફક્ત ઈ વિઝા માટે એપ્લાય કરવાનું છે અને પહોંચી જવાનું છે તુર્કી.

૪. શ્રીલંકા

પડોશી દેશ શ્રીલંકામાં જવા માટે પણ ભારતીય લોકોને વિઝાની માથાકૂટમાં પડવાની જરૂર નથી. અહિયાંની વિઝા એપ્લાઇન્ગ પ્રક્રિયા ઘણી ઝડપી છે. ૨૦ ડોલરમાં અહિયાંના વિઝા મળી જશે.

૫. કમ્બોડિયા

ઈતિહાસ, મંદિર અને અન્ય દેશની સંસ્કૃતિમાં રસ છે, તો તમારે કમ્બોડિયા જરૂરથી જવું જોઈએ. તમે માત્ર ૩૦ ડોલર આપીને અહિયાંના વિઝા મેળવી શકો છો.

૬. ઓમાન

જુના અને સુંદર સમુદ્રી તટ, શાનદાર પહાડ, અનેક માઈલો લાંબા રણ જેવા આકર્ષક પર્યટન સ્થળોથી ભરાયેલો છે આ દેશ. જો તમે ભારતીય નાગરિક હોવાનો પુરાવો આપો તો અહિયાંના ઈ-વિઝા સરળતાથી મેળવી શકો છો.

૭. મ્યાનમાર

એક પહાડ પર આવેલી ગોલ્ડન બુદ્ધના દર્શન કરવા છે તો તમારે મ્યાનમાર જવું પડશે. ત્યાં પણ ભારતીયોને ઈ વિઝાની સુવિધા આપવામાં આવે છે.

૮. મલેશિયા

ઉંચી ઉંચી ઇમારતોવાળું મલેશિયા પ્રાકૃતિક ખુબસુરતીથી ભરપુર છે. અહિયાં ફરવા માટે તમે ઈ વિઝા માટે અપ્લાય કરી શકો છો.

૯. જ્યોર્જિયા

યુરોપીય દેશ જોર્જિયા તે ગણતરીના દેશોમાંથી એક છે જે ઈ-વિઝાની સુવિધા આપે છે. ત્યાં તમે રાફટીંગ, સ્કીઈંગ જેવા ઘણા એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકો છો.

૧૦. અર્મેનીયા

શાનદાર પહાડો અને ઉત્કૃષ્ટ સંસ્કૃતિ ધરાવતો દેશ છે આ. જ્યાં ૧૦૦ વર્ષ જુના અનેક સ્મારકો છે. ત્યાં તાજેતરમાં જ ઈ-વિઝાની શરુઆત કરવામાં આવી છે.

૧૧. બહરીન

ફારસની ખાડીમાં આવેલો આ દેશ ભારતીય નાગરિકોને ઈ-વિઝાની સુવિધા આપે છે. દુબઈ સિવાય જો અરબી દેશોમાં તેનો નજારો જોવો હોય, તો તમારે ત્યાં જરૂરથી જવું જોઈએ.

તો હવે વિઝાની ચિંતા છોડીને આ દેશોની યાત્રા પર નીકળી જાઓ.