જાણો ગુજરાતના કયા નેતાને મળ્યું કયું કેન્દ્રીય મંત્રી પદ..!!

Spread the love

કેન્દ્રમાં બીજી વખત મોદી સરકાર રચાયા બાદ ૩૦ મે ના રોજ શપથગ્રહણ યોજાયા, જેમાં ગુજરાતમાંથી સાંસદ તેવા અમિત શાહે શપથ લીધા, તો રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાએ પણ મંત્રીપદના શપથ લીધા હતા.

ગુજરાતના ગાંધીનગરના સાંસદ અમિત શાહને દેશના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમની સાથે ગૃહમંત્રી તરીકેના મંત્રી પદ પર અમિત શાહ જ હતાં, ત્યારે હવે મોદી વડાપ્રધાન છે તો અમિત શાહ દેશના ગૃહમંત્રી બન્યા છે.

આ ઉપરાંત ગુજરાતના ક્વોટાથી રાજ્યસભાના સાંસદ તેવા મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલા પણ કેન્દ્રમાં મંત્રી બન્યા છે.

મનસુખ માંડવીયાને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે, જેમાં તેઓ શિપિંગ મંત્રી અને કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર મંત્રી બન્યા છે.

ઉલ્લેખનીય છે કે મનસુખ માંડવીયાએ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપની સરકાર રાજ્યમાં બને તે માટે ઘણી મહેનત કરી હતી અને કટોકટ લડાઈમાં સુરત શહેરની બેઠકો તથા ભાવનગર જીલ્લાની બેઠકો બચાવવાનો શ્રેય તેમને જાય છે.

જો મનસુખ માંડવીયાની મહેનત ના હોત તો ૨૦૧૭ માં જ ગુજરાતમાં ભાજપની સરકાર ઘરભેગી થઇ ગઈ હોત અને કેન્દ્રમાં પણ ભાજપે લોકસભા ચૂંટણીમાં સત્તા ટકાવવી અઘરી થા ગઈ હોત ત્યારે તેમને આ કામગીરી જોઇને બે ખાતા સોંપવામાં આવ્યા છે.

પરસોત્તમ રૂપાલાને કૃષિ અને ખેડૂતોના વેલફેર મંત્રી બનાવવામાં આવ્યા છે, તેમને પણ રાજ્ય કક્ષાનો હવાલો આપવામાં આવ્યો છે. પરસોત્તમ રૂપાલા ભાજપના સીનીયર આગેવાન છે, ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ ઉપરાંત કેન્દ્રીય લેવલે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી ચુક્યા છે ત્યારે સિનીયોરીટીના આધાર પર તેમને પણ ખાતાની ફાળવણી કરવામાં આવી છે.

તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ગુજરાતી છે પરંતુ સાંસદ તેઓ વારાણસીથી છે, આમ જોવા જઈએ તો કેન્દ્ર લેવલે ચાર ગુજરાતીઓ સરકારમાં મહત્વના પદ પર છે.

નરેન્દ્ર મોદી, અમિત શાહ, મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલા દેશમાં મહત્વના સ્થાન પર છે.