મેચ ભલે RCB જીતી પણ લોકોનું દિલ જીતી લેનારી આ છોકરી કોણ છે…. જાણો

Spread the love

પ્રિય પ્રકાશ વારિયર પછી ઈન્ટરનેટને વધુ એક નવું ક્રશ મળી ગયું છે, જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની લેટેસ્ટ ફેન છે.

આઇપીએલ – ૨૦૧૯ માં RCB ની છેલ્લી મેચમાં તે જોવા મળ્યા હતાં. ત્યારબાદ જ તેની તસવીરો સોશિયલ મિડિયા પર ટ્રેન્ડ થઇ રહી છે.

RCB અને SRH વચ્ચે રમાયેલી મેચ RCB જીતી હતી. પરંતુ લોકોનું દિલ આ આ ગર્લ જીતી ગઈ, કેમેરામેન આમ તો આવા રેન્ડમ શોટમાં આરસીબી ફેન્સની ઉજવણી ક્લિક કરતો હતો પણ તેમાં આ યુવતી પર થયેલી ક્લિક ફેમસ થઇ ગઈ.

તેને શું ખબર હતી કે તેના એકતરફના શોટથી RCB ને ચીયર કરી રહેલી આ યુવતી જોતજોતામાં ઈન્ટરનેટ પર ફેમસ થઇ જશે. સોશિયલ મિડિયા પર ચારેય તરફ RCB ની જીતની ઓછી અને આ લેટેસ્ટ ફેનની ચર્ચા વધુ થઇ રહી હતી.

કેટલાક લોકોએ તો તેને નેશનલ ક્રશનો ખિતાબ પણ આપી દીધો. હવે સૌ કોઈ તે જાણવા આતુર છે કે આખરે આ છોકરી છે કોણ.

મિડિયા રીપોર્ટસ અનુસાર, આ છોકરીનું નામ દીપિકા ઘોષ છે. તે એક બોલીવુડ સ્ટાઇલિસ્ટ છે.

તેના આ એક વિડીયોને કારણે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યામાં ઘોડાપુર આવી ગયું. એક જ દિવસમાં દીપિકાના ફોલોઅર્સની સંખ્યા દોઢ લાખને પણ પાર કરી ગઈ.

સોશિયલ મિડિયા પર #RCBGirl ની સાથે કેટલાય મીમ્સ પણ વાયરલ થઇ રહ્યા છે.

દીપિકા ઘોષે આઈપીએલનો આભાર માનવો જોઈએ.

જો કે એક કડવી વાત તે પણ છે કે સોશિયલ મિડિયાના આ મહારથીઓને લોકો ભૂલવામાં ય વાર નથી લગાડતા, જેનું એક ઉદાહરણ પ્રિયા પ્રકાશ વારિયર પણ છે જેને હવે લોકો સાવ ભૂલી જ ગયા છે.