કોણ છે આ યુવાન સાધ્વી, ૨૧ વર્ષની ઉંમરમાં છે જેના લાખો ભક્તો ?

Spread the love

ભણવા – ગણવા – નોકરી – કરિયર – લાઈફ. આપણે ત્યાં જે સિસ્ટમ છે તેના પ્રમાણે ભારતમાં જન્મ લેનાર દરેક બાળકે આ જ લાઈન પર ચાલવું પડે છે.

વિકલ્પ જ નથી. જે વિકલ્પ જેવું લાગે છે તે પણ અંતે આ લાઈન પર જ લઇ આવે છે આપણને. પરંતુ કેટલાક લોકો હોય છે, જે આ લાઈન તોડી શકે છે અને તેમની જ ચર્ચા આગળ જતા થાય છે.

આજે અમે તમને બતાવીશું સાધ્વી જયા કિશોરી વિશે કે જે ફક્ત ૨૧ વર્ષની છે અને તેમ છતાં તેના ભક્તોની સંખ્યા લાખોમાં છે.

જયા કિશોરી રાજસ્થાનના સુજાનગઢથી છે. એક ગૌર બ્રાહ્મણ પરિવારમાં ૧૯૯૬ માં તેનો જન્મ થયો હતો. ઘરમાં પૂજા પાઠનો માહોલ હતો, તો બાળપણથી જ જયા કૃષ્ણ ભક્તિ તરફ રસ ધરાવતી હતી.

નવમાં વર્ષે જ જયા સંસ્કૃતમાં લિંગાષ્ટકમ, શિવ તાંડવ સ્ત્રોત્ર્મ, રામ્ષ્ટકમ વગેરે સ્તોત્ર ગઈ લેતી હતી. ૧૦ વર્ષની થઇ તો એકલા સુંદરકાંડનો પાઠ પણ કર્યો. ત્યારથી લોકોનું ધ્યાન તેના તરફ આવ્યું. જો કે જયાનું ભણતર ચાલતું રહ્યું. તે કોલકાતાના મહાદેવી બિરલા વર્લ્ડ એકેડેમીમાં ભણેલી છે.

જયાએ શરૂઆતમાં દીક્ષા પંડિત ગોવિંદરામ મિશ્રા જોડેથી લીધી હતી. તે જયાને રાધા કહીને બોલાવતા હતાં. તેમણે જ કૃષ્ણના પ્રત્યે પ્રેમને જોતા જયાને ‘કિશોરી જી’ નું ઉપનામ આપ્યું હતું.

હવે જયા તેમના ભક્તોની વચ્ચે જયા કિશોરીના નામે ઓળખાય છે અને જયારે તે ‘નાની બાઈનું મામેરું, નરસી કા ભાત; નામેથી સત્સંગ કરે છે, તો લાખોની ભીડ ઉમટે છે. ફેસબુક પર તેમના પેજ પર 8 લાખથી વધારે લાઈક છે.

જયાના સત્સંગથી જે રૂપિયા ભેગા થાય છે, તે નારાયણ સેવા ટ્રસ્ટ, ઉદયપુરને દાન આપી દેવામાં આવે છે. આ દાનથી ટ્રસ્ટ વિકલાંગોની મદદ કરે છે.