સુપ્રિમ કોર્ટે અયોધ્યામાં મંદિર બનાવવાની જવાબદારી કોને આપી છે ? જાણો

Spread the love

અયોધ્યાના જમીન વિવાદ પર ચુકાદો આવી ગયો છે. વર્ષોથી જેનો કેસ ચાલી રહ્યો હતો અને સમગ્ર દેશ રાહ જોઈ રહ્યા હતા તે મામલે સુપ્રિમ કોર્ટે ચુકાદો આપી દીધો છે અને સૌ પક્ષકારોએ તેને સ્વીકારી પણ લીધો છે.

આ ચુકાદાને અંતિમ માનીને સુન્ની વકફ બોર્ડે પણ રીવ્યુ પીટીશન કરવાની ના કહી દીધી છે. તો સુપ્રિમ કોર્ટે સુન્ની વકફ બોર્ડ માટે કહ્યું છે કે બોર્ડને મસ્જીદ બનાવવા માટે અયોધ્યામાં અલગથી ૫ એકર જમીન આપવામાં આવે.

સાથે સાથે જ કેન્દ્ર સરકારને કહેવામાં આવ્યું છે કે તે ત્રણ મહિનાની અંદર રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટીઓના બોર્ડનું નિર્માણ કરે.

તેની સાથે જ કેન્દ્ર સરકારે તે પણ કહેવામાં આવ્યું છે કે મંદિરના ટ્રસ્ટ નિર્માણ બાદ મંદિરના નિર્માણનું કાર્ય શરુ કરવામાં આવે.

પરંતુ કેસમાં કેન્દ્ર સરકાર ક્યાંથી પાર્ટી બની ? કારણકે મંદિરના નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ સમર્થિત રામલલા વિરાજમાન અને નિર્મોહી અખાડા લાંબા સમય સુધી પ્રદર્શન કરતા રહ્યા છે.

પોતાના ચુકાદામાં કોર્ટે રામલલા વિરાજમાનને મંદિર બનાવવાની જવાબદારી નથી આપી.

ચુકાદો આપતા સુપ્રિમ કોર્ટે મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકારને જવાબદારી આપી છે.

કોર્ટે અયોધ્યા એક્ટ ૧૯૯૩ હેઠળ આદેશ આપ્યા છે કે તેઓ ટ્રસ્ટ બનાવીને મંદિરના કામકાજની સમગ્ર જવાબદારી કોર્ટને આપી દે. એટલે કે વિવાદાસ્પદ ૨.૭૭ એકરની માલિકી તો રામલલા વિરાજમાન પાસે રહેશે, પરંતુ મંદિરના નિર્માણનું કામ કેન્દ્ર સરકાર કરાવશે.

તેવા પણ ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે જો કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવીને તેમાં વિશ્વ હિંદુ પરિષદ કે બીજા કોઈ જૂથને લે છે તો તેમની પાસે પણ મંદિરના નિર્માણ અને તેની દેખરેખની જવાબદારી જઈ શકે છે.

જો કે એતો પછીની વાત છે.

Ayodhya Judgement Supreme Court Page Number 926

કોર્ટે તેના ચુકાદાના પેજ નંબર ૯૨૬ પર આ અંગે લખ્યું છે :

એટલે કે અયોધ્યા એક્ટ ૧૯૯૩ ના સેક્શન ૬ હેઠળ સરકારને આદેશ મંદિર બનાવવાનો અને રામલલા વિરાજમાન માત્ર જમીનના માલિક.