કોને કોને ખબર હતી કાશ્મીર પર થવાનો છે આટલો મોટો નિર્ણય..!! જાણો

Spread the love

૪ ઓગસ્ટ, ૨૦૧૯. મોડી રાત્રે કાશ્મીરના બધા જ મોટા નેતાઓ જેવા કે ઓમર અબ્દુલ્લા, મહેબુબા મુફ્તી અને સજ્જડ લોનને ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા. સમગ્ર રાત સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલતી રહી કે સવારે કંઈક મોટું થવાનું છે.

પરંતુ ખબર કોઈને ના ઓળી કે શું થવાનું છે. પછી સવાર પડી. તારીખ આવી ૫ ઓગસ્ટ ૨૦૧૯. ગૃહમંત્રી અમીત શાહ પ્રથમ વડાપ્રધાન ઓફિસે પહોંચ્યા અને પછી રાજ્યસભામાં પહોંચ્યા. સવારે લગભગ ૧૧ વાગ્યા હતા. ગૃહમંત્રી પોતાની સીટ પરથી ઉભા થયા અને કહ્યું કે જમ્મુ કાશ્મીરથી આર્ટીકલ ૩૭૦ ના બે હિસ્સા નાબુદ કરી દેવામાં આવ્યા છે. તેનું ગેઝેટ પણ બહાર પાડી દેવાયું.

રેલ મંત્રી પીયુષ ગોયલ, સંસદીય કાર્ય રાજ્યમંત્રી વી. મુરલીધરન અને સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી ઉપરાંત કેટલાક નેતા હતા, જેમને આ માટે રાજ્યસભામાં આંકડા મેળવવાની જવાબદારી સોંપવામાં આવી.

જો આંકડાઓની દ્રષ્ટીએ જોઈએ તો ભાજપ પાસે રાજ્યસભામાં બહુમતી નથી, પરંતુ જરૂરી બીલ પસાર તો કરાવવાનું જ હતું. એટલે આંકડા જોઈતા હતા. તેના માટે મંત્રીઓનું ગ્રુપ બનાવવામાં આવ્યું.

જેમાં સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી, વી. મુરલીધરન, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન અને ભુપેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે. જો કે તેમને પણ નહોતી ખબર કે બિલ કયું છે. બસ એટલું જાણતા હતા કે જરૂરી બિલ આવશે અને તેના માટે આંકડાઓ મેળવવાના છે.

મંત્રીઓના ગ્રુપે પોતાનું કામ કર્યું, આંકડાઓ મેળવી લીધા અને અમીત શાહે પોતાનું કામ કર્યું અને બિલ રજુ કરીને પસાર કરાવી લીધું.

તો કોને ખબર હતી કે આ બિલ આવવાનું છે ?

જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી શપથ લીધી હતી, ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે આ મુદ્દે વાત કરી હતી.

બે નામ તો સ્વાભાવિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ. આ ઉપરાંત જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ મે, ૨૦૧૯ ના રોજ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા તો તે દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં રક્ષા મંત્રી બનેલા રાજનાથ સિંહ સાથે જમ્મુ કાશ્મીરના મુદ્દા પર ચર્ચા કરી હતી.

લગભગ ૯ મિનીટ સુધી બન્ને વચ્ચે વાત થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે મોડી સરકાર ચૂંટણી અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૯ માં જ કલમ ૩૭૦ અંગે જોગવાઈ કરવાની હતી, પરંતુ પુલવામા હુમલાના કારણે ટાળી દેવામાં આવ્યું.

અન્ય કોણ કોણ લોકો હતા, જેમને આ અંગે જાણકારી હતી?

કાયદામંત્રી રવિશંકર પ્રસાદ અને સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કાયદાની દ્રષ્ટીએ જોયું અને સાંસદોને આ અંગે જણાવ્યું. જવાબ છે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ. ૨૬ જુલાઈએ સાંસદ સત્ર વધારવાનો નિર્ણય થયો હતો. સંસદનું સત્ર ૧૦ દિવસ વધારવામાં પણ આવ્યું.

ત્યારબાદ ગૃહમંત્રી અમીત શાહે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને સોલીસીટર જનરલ તુષાર મહેતાને આ મુદ્દે વાતચીત કરી. કાયદાકીય અડચણ સમજાવી. અને પછી ૫ ઓગસ્ટે રાજ્યસભા ગૃહમાં થાવરચંદ ગહેલોતનો રૂમ એક પ્રકારે વોર રૂમમાં ફેરવી દેવાયો અને તેની કમાન સંભાળી ખુદ ગૃહમંત્રી અમિત શાહે.

લગભગ ૧૦ વાગ્યે સોલીસીટર જનરલ તુષાર મહેતા, થાવરચંદ ગહેલોતના રૂમમાં પહોંચ્યા. તુષાર મહેતાને કાયદાકીય બાબતોનો ખ્યાલ હતો, તો તેઓ ભાજપ અને સરકાર તરફથી સાંસદમાં બોલનારા નેતાઓને ચિઠ્ઠી મોકલી મોકલીને કાયદાકીય સલાહ આપતા રહ્યા હતા અને આ દરમિયાન રવિશંકર પ્રસાદ, પીયુષ ગોયલ, અર્જુનરામ મેઘવાલ અને ભુપેન્દ્ર યાદવ રૂમમાં આવતા જતા રહેતા હતા.

તેવામાં સરકારના કેટલાક ગણતરીના મંત્રીઓને તે ખ્યાલ આવી શક્યો કે ૫ ઓગસ્ટે જયારે ગૃહમંત્રી રાજ્યસભામાં આવશે, તો તેમની પાસે કયું બિલ હશે અને તેઓ શું નિર્ણય લેવાના છે.

કાશ્મીર સાથે જોડાયેલા બધા જ નિર્ણયો માટે ભાજપ નેતા થાવરચંદ ગહેલોતના રૂમને વોર રૂમમાં ફેરવી દેવામાં આવ્યો હતો અને જયારે સરકારમાં શામેલ મોટા મોટા નેતાઓ અને મંત્રીઓને જ નહોતી ખબર કે શું થવાનું છે.

તો પત્રકારોથી લઈને સામાન્ય વ્યક્તિ સુધીના લોકો ક્યાસ લગાવી રહ્યા હતા. ૫ ઓગસ્ટ સવારે જયારે ગૃહમંત્રીએ જણાવ્યું ત્યારે ખબર પડી કે જમ્મુ કાશ્મીરને લઈને શું નિર્ણય લેવામાં આવ્યા છે અને કયું કયું બિલ લાવવામાં આવ્યું છે.