વેફરના પેકેટમાં અડધાથી વધારે હવા ભરેલી હોય છે.. કારણ છે કઈક આવું

Spread the love

દરેક સમયની સાથી હોય છે વેફર. દુનિયામાં કદાચ કોઈ એવું વ્યક્તિ હશે કે જેને વેફર ખાવી પસંદ ના હોય. વેફર વિશે બસ એક જ વાત દિલને બહુ દુખતી હોય છે અને તે છે વેફરના પેકેટમાં વેફરથી વધારે, હવા ભરેલી હોય છે.

વેફર ખાતા વખતે આ સવાલ મનમાં વારે વારે ઉભો થતો હોય છે કે આખરે આપણને આ અડધું પેકેટ ખાલી કેમ આપવામાં આવે છે. હકીકતમાં વેફરના પેકેટને અડધું ખાલી રાખવાનું પણ કારણ હોય છે.

વેફરને ફ્રેશ અને ક્રંચી રાખી મુકવા માટે, પેકેટ્સમાં નાઈટ્રોજન ગેસ ભરવામાં આવે છે. નાઈટ્રોજન ગેસથી વેફર્સ લાંબા સમય સુધી ખરાબ નથી થતી અને ના તો તેમાં ભેજ આવે છે.

તમે ધ્યાનથી જોયું હશે તો વેફરના પેકેટને થોડીવાર માટે ખુલ્લી છોડી દો તો તે સુકાઈ જાય છે, બસ આ જ કારણ છે કે વેફર્સના પેકેટમાં નાઈટ્રોજન ગેસ ભરીને તેને અડધું ખાલી રખાય છે.

આ જ્ઞાનની વાત તમે તમારા દોસ્તો સાથે પણ શેર કરી શકો છો, બાકી મરજી હોય તો પોસ્ટ પર કમેન્ટ અને શેર પણ કરી દો.