ક્રિકેટ મેચ દરમિયાન ‘બોલ’ પર કેમ ખેલાડીઓ લગાવતા હોય છે થુંક..!! જાણો

Spread the love

આપણે વર્ષોથી ક્રિકેટ મેચ જોઈએ છીએ, એમાં એક હરકત કાયમથી જોઈએ છીએ કે બોલર અથવા ફિલ્ડર બોલ પર થુંક લગાવતો હોય છે. આવા અનેક પ્રશ્નો થતા હોય છે પણ મેચ જોવાના ઉત્સાહમાં બધું ભૂલી જતા હોઈએ છીએ.

ત્યારે બોલ પર થુંક લગાવવાનો શું મતલબ, કેમ બોલર કે ફિલ્ડર બોલ પર થુંક લગાવતા હશે, તેનાથી શું ફાયદો થતો હશે ?

બોલ પર થુંક અને પસીનો લગાવવો ક્રિકેટમાં કોમન હોય છે, બોલને સ્વીંગ કરવા માટે આવું કરવામાં આવતું હોય છે. હવામાં એકતરફથી બીજી દિશામાં બોલને ફંટાવવા આવું કરવામાં આવે છે.

જેનાથી બોલ સારી રીતે હાથથી લસરતો હોય છે અને એકતરફ બોલ ભારે થઇ જતા તે સારી રીતે સ્વીંગ થાય છે. તો ઘણીવાર ભીના બોલને તેમના કપડા દ્વારા સુકો કરવા અથવા ચમકાવવા પણ ઘસવામાં આવે છે.

બોલરો સામાન્ય રીતે બોલની એક તરફના ભાગને તેમના ટ્રાઉઝર પર ઘસતા હોય છે, તે તેમનો પસીનો કે થુંક લગાવીને કરતા હોય છે, જેનાથી બોલની એક તરફની ચમક બનેલી રહે છે, તેનાથી બોલ સ્વીંગ સારી રીતે થાય છે.

સામાન્ય રીતે નવો બોલ રફ એટલે કે ઘસાયેલી તરફ સ્વીંગ થાય છે. તો જુનો બોલ ચમકતો હોય તે તરફ સ્વીંગ થાય છે એટલે કે રીવર્સ સ્વીંગ થાય છે.

તો બોલ પર ધૂળ ચોંટી હોય તે થુંક લગાવીને પછી ઘસીને ઉખાડીને બોલની સપાટી લીસી કરતા હોય છે, તેનાથી બોલ પર પડેલા ઘસરકા અને તિરાડો સીધી દેખાય જેનાથી બાઉન્સ થયા પછી તે બેટને વધારે કડક થઈને અથડાય છે.

બોલ અણધાર્યો અને અચાનક સ્વીંગ થાય તેનાથી બેટ્સમેનથી તે મિસ થઇ જાય અને સ્લીપમાં અથવા વિકેટ કીપરના હાથમાં તે કેચ થઇ જાય. તો સ્મૂથ બોલથી ઘણીવાર ફોર અથવા સિક્સ માટે બેટ ફેરવ્યું હોય તો તે પણ મિસ થઈને બાઉન્ડ્રી આસપાસ ફિલ્ડર દ્વારા કેચ થઇ જવાનીશક્યતા રહે છે.

તો સાફ અને સ્મૂથ બોલ પેસ અને સ્પીન બોલર માટે પણ વધુ સરળ રહે છે, બોલર ચાહે તે રીતે તેને સ્પીન કરી શકે અને જે પ્રમાણે ફિલ્ડીંગ ગોઠવી હોય તે પ્રમાણે બોલિંગ કરી શકે. બોલર ઈચ્છે તે રીતે સાફ અને ચમકતો બોલ સ્પીન થઇ શકે છે.

આમ ઘણીવાર સમાન્ય લાગતી બાબતો પાછળ ઘણું મોટું રહસ્ય છુપાયેલું હોય છે,એક સામાન્ય દર્શક તરીકે આ બાબતમાં આપણે એટલા ના પડતા હોઈએ પણ કોઇપણ મેચમાં હાર જીત પાછળ આ પરીબળ ઘણું મહત્વનું હોય છે.