પુરુષ કરતા વધારે આળસુ હોય છે સ્ત્રીઓ.. આ રહ્યો પુરાવો

Spread the love

આળસ કરવામાં કોણ આગળ હોય છે, પુરુષ કે મહિલાઓ ? આ સવાલ પર દરેકના જવાબ અલગ અલગ હોઈ શકે છે. તેવું પણ હોઈ શકે છે કે પુરુષ, મહિલા કહે અને મહિલા પુરુષનું કહે. પણ તેનો સાચો જવાબ શું છે, અમે જણાવીએ.

તાજેતરમાં થયેલા એક રીસર્ચમાં સ્પષ્ટ થઇ ગયું છે કે આળસુ કોણ વધારે છે. તેમાં જણાવાયું છે કે ભારતમાં ૩૫ ટકા કરતા વધારે લોકો શારીરિક શ્રમ કરવામાં આળસ કરે છે.

રીસર્ચ બાદના આ આંકડા આપ્યા છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન – વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHO એ. તેમના સર્વેક્ષણ અનુસાર, શારીરિક ગતિવિધિઓમાં સક્રિયતા નહીં દેખાવાના કારણે આલસી લોકોને હ્રદયની બીમારીની સાથે સાથે કેન્સર, ડાયાબિટીસ અને માનસિક રોગોનું જોખમ રહેતું હોય છે.

રીસર્ચમાં ચોંકાવનારી વાત સામે આવી કે વર્ષ ૨૦૧૬ માં ભારતમાં શારીરિક શ્રમ કરનારી મહિલાઓ ૫૦ ટકા હતી, જયારે કે પુરુષો માટે આ આંકડો ૨૫ ટકા હતો.

દુનિયાભરમાં ત્રણમાંથી એક મહિલા પર્યાપ્ત શારીરિક ક્રિયાકલાપ નથી કરતી, જયારે કે પુરુષોની સરખામણીમાં આ આંકડો ચાર માંથી એક છે.

જો કે આ આંકડો ઉંચી આવકવાળા દેશો અને ઓછી આવકવાળા દેશોમાં અલગ અલગ હતો. ઉંચી આવક ધરાવતા દેશોમાં શારીરિક શ્રમ કરનારા લોકોનો આંકડો ૩૭ ટકા છે, જયારે કે માધ્યમ આવકવાળા દેશોમાં ૨૬ ટકા. તો ઓછી આવક વાળા દેશોમાં આ આંકડો ૧૬ ટકા જ છે.

ઉલ્લેખનીય છે કે આળસ એટલે કે જરૂરી કાર્ય પણ ના કરવા, દિવસે ને દિવસે સોશિયલ મીડિયા તેમજ ટેકનીકલ સાધનોના વધુ ને વધુ ઉપયોગને કારણે માણસ વધુ આળસુ થતો જઈ રહ્યો છે.

સુવિધાની સામે કામ કરવાની આળસથી લોકોને શારીરિક તકલીફો પણ થાય છે તો ખાનપાન અને વાતાવરણના કારણે તો તકલીફ થાય જ છે.

ઘણી શારીરિક સમસ્યાઓનું કારણ આળસ માત્ર છે, હલનચલન અને કામ કરતા રહેવાથી શરીરને કસરત મળતી રહે છે, જેથી અનેક શારીરિક તકલીફો અને રોગો પણ દુર રહે છે પરંતુ ટેકનોલોજીના યુગમાં લોકોને આળસ વધતી જ જઈ રહી છે.