ગૌરવની વાત.!! અમદાવાદમાં બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ.. જુઓ ફોટોઝ

Spread the love

ભારતમાં ધર્મ પછી બીજી કોઈ બાબત સાથે લોકો લાગણીથી જોડાયેલા હોય તો તે છે ક્રિકેટ..

લોકોની ભાવના સાથે ક્રિકેટ જોડાયેલી છે. ક્રિકેટ એક ઝુનુન છે, તેમાં લોકો કોઈ વ્યક્તિને હીરો પણ બનાવી દે છે અને સમય જતા એને જ ઝીરો પણ બનાવી દે છે.

હવે ગુજરાતમાં ક્રિકેટના શોખીનો માટે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. આ સ્ટેડીયમની કામગીરી ચાલી રહી છે ત્યારે કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.

ત્યારે ગુજરાતના ગૌરવમાં વધુ એક સ્થાન ઉમેરાવા જઈ રહ્યું છે અને તે છે અમદાવાદનું ક્રિકેટ સ્ટેડીયમ.

દુનિયાના ટોપ ૧૦૦ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારતના ૨૫ સ્ટેડિયમોનો સમાવેશ થાય છે ત્યારે હવે તે લિસ્ટમાં પ્રથમ નંબરનું સ્ટેડીયમ હશે અમદાવાદનું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ.

દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ અમદાવાદમાં બની રહ્યું છે. અમદાવાદનું આ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ઓસ્ત્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડીયમથી પણ મોટું હશે, આ સ્ટેડીયમ હાલમાં દુનિયાનું સૌથી મોટું છે.

આ સ્ટેડિયમના નિર્માણમાં રૂ.700 કરોડનો ખર્ચો થશે તેવું કહેવાઈ રહ્યું છે. જ્યારે આ સ્ટેડિયમની કેપેસિટી 1 લાખ 10 હજાર લોકોની રહેશે. એટલે કે એક સાથે 1 લાખ 10 હજાર જેટલા લોકો મોટેરા સ્ટેડીયમમાં મેચની મજા માણી શકશે.

જેથી તે હવે દુનિયાનું સૌથી મોટું સ્ટેડીયમ બની જશે. ઉલ્લેખનીય છે કે, હાલના દુનિયાના સૌથી મોટા ઓસ્ત્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમની કેપેસિટી 1 લાખ લોકોની છે.

(Wikipedia)

ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન સ્ટેડિયમ
ભારતના કોલકાતાનું ઈડન ગાર્ડન્સ
ભારતના છત્તીસગઢનું અટલગનગર સ્ટેડિયમ
ઓસ્ટ્રેલિયાનું પર્થ સ્ટેડિયમ
ઓસ્ટ્રેલિયાનું એડીલેઈડ સ્ટેડિયમ

જ્યારે કે અમદાવાદમાં બની રહેલા આ સ્ટેડિયમ બાદ, દુનિયાના ટોપ 5 સ્ટેડિયમોમાં ભારતના 3 સ્ટેડિયમ આવી જશે અને ઓસ્ટ્રેલિયાના 2 સ્ટેડિયમ રહેશે.

કેપેસિટી પ્રમાણે સમગ્ર દુનિયાના ટોપ 100 ક્રિકેટ સ્ટેડિયમમાં 25 ભારતના, ઓસ્ટ્રેલિયાના 17, પાકિસ્તાનના 11 તેમજ જ્યાંથી ક્રિકેટનો જન્મ થયો છે તેવા ઈંગ્લેન્ડના 10 ક્રિકેટ સ્ટેડિયમનો સમાવેશ થાય છે.

અમદાવાદના મોટેરામાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ સિવાય એક ઈન્ડોર એકેડમી પણ બનાવવામાં આવશે.

આ સ્ટેડિયમની ડિઝાઈન પ્રખ્યાત આર્કિટેક્ટ પોપુલસે કરી છે. જેણે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પણ ડિઝાઈન કર્યું છે.

આ સ્ટેડિયમમાં 3,000 કાર અને 10,000 મોટર સાઈકલ પાર્ક કરી શકાશે.

આ સિવાય સ્ટેડિયમના ક્લબ હાઉસમાં 55 રૂમ, એક સ્વિમિંગ પૂલ અને 76 કોર્પોરેટ બોક્સ પણ હશે.