શરીરના ૬ અંગોને હાથથી ના અડકવા જોઈએ, કારણ જાણીને ચોંકી ઉઠશો..!!

Spread the love

સમાન્ય રીતે લોકોની આદત હોય છે કે બેઠા બેઠા પોતાના કાન, નાક, આંખ અને ક્યાય પણ ખંજવાળ્યા કરે છે અથવા અડે છે. પરંતુ, શું તમે જાણો છો કે શરીરમાં છ મહત્વપૂર્ણ અંગ હોય છે કે જેને કદી અડકવા ના જોઈએ. હકીકતમાં આ અંગોને અડકવાની આદત તમને બીમાર બનાવી શકે છે. તેને અડકવાથી પણ ઇન્ફેકશન ફેલાવાનું જોખમ રહે છે. જો તમે આ જાણકારીથી અત્યારસુધી અજાણ્યા હતા તો આ માહિતી તમારા કામની છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇન્ફેકશનને દુર રાખવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ કયા છે શરીરના તે અંગ, જેને અડવું જોખમી છે.

આંખો ના મસળવી

મોટાભાગે આપણે આપણી આંખો મસળીએ છીએ. ક્યારેક દુખાવો થવા પર કે પછી ક્યારેક એમ જ તેને મસળ્યા કરીએ છીએ. આંખો સેન્સીટીવ હોય છે અને સૌથી જલ્દી ઇન્ફેકશન પકડે છે. પરંતુ, તેને અડકતી વખતે આ વાતોનું ધ્યાન નથી રાખવામાં આવતું. તેને અડકવાથી પણ ઇન્ફેકશન થઇ શકે છે. કારણકે હાથ અને નખના કીટાણું આંખોમાં સરળતાપૂર્વક જતા રહે છે. એટલે આંખોમાં ખંજવાળ આવવી શરુ થઇ જાય છે અને ધીરે ધીરે તે ઇન્ફેકશનનું સ્વરૂપ લઇ લે છે.

એટલે થાય છે પિમ્પલ

રોજબરોજ પોતાનો ચહેરો ધોવાની આદત તો બધાને હોય છે. ન્હાયા બાદ પણ લોકો પોતાના ચહેરાને લઈને સતર્ક રહે છે અને સતત તેને અડકીને જોતા હોય છે. ચહેરા પર ઓઈલ આવવું કે પછી તેને વારંવાર હાથેથી સાફ કરવું જોખમી છે. સામાન્યરીતે આવા લોકોના ચહેરા પર જ પિમ્પલ થાય છે. વારંવાર હાથ લાગવાથી કીટાણુંને કારણે ઇન્ફેકશન થવાનું પણ જોખમ રહે છે. સ્કીન પ્રોબ્લેમ રહે છે. એટલે જ સાવધાની રાખવી જરૂરી છે.

કાનોની અંદર ના નાખવો હાથ

સામાન્ય રીતે લોકોને તેવી પણ આદત હોય છે કે તેઓ ખંજવાળ આવવા પર કાનમાં આંગળી નાખી દે છે અને તેને સાફ કરવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકો મોટાભાગે કાનમાં ખંજવાળ આવવા પર તેને હાથ કે અન્ય ચીજથી સાફ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તે ઘણું જોખમી છે, તેનાથી કાનની અંદરના ઈયર કેનાલ પર અસર પડે છે. તે ડેમેજ થઇ શકે છે.

નાકમાં ના નાખવી આંગળી

લોકો કાન અને આંખની જેમ નાકમાં પણ આંગળી નાખીને સાફ કરે છે. પરંતુ, તેઓ કદી નથી વિચારતા કે જેનાથી તેઓ ગંદકી નીકાળે છે હકીકતમાં તે વધુ ગંદકીને જગ્યા આપે છે. હાથના જર્મ્સ નાકમાં જવાથી નેઝલ ઇન્ફેકશન અને સતત કરવાથી ફંગલ ઇન્ફેકશન પણ ફેલાઈ શકે છે. નાક સાફ કરવાની સૌથી યોગ્ય રીત સેનેટાઈઝ ટીસ્યુ છે. તેનાથી નાક સાફ કરવાથી કદી ઇન્ફેકશનનું જોખમ નથી રહેતું.

Anal પર ના લઇ જવો હાથ

Anal એટલે કે ગુદા શરીરનો એવો ભાગ છે, જેને અડકવાથી પણ ઘણી બીમારીઓ થઇ શકે છે. આ એક સુપર સેન્સીટીવ એરિયા છે. ત્યાં બેક્ટેરિયાની માત્રા ઘણી વધારે હોય છે જેને અડકવાથી હાથમાં પણ બેક્ટેરિયા લાગી શકે છે. તેવામાં જ્યારે તમે આ બેક્ટેરિયાવાળા હાથને શરીરના બીજા અંગો પર લગાવશો તો ઇન્ફેકશન ફેલાવાનું જોખમ વધી જાય છે.

નખની સ્કીન

નખ કાપતી વખતે ઘણીવાર અંદરની સ્કીન ગંદી દેખાય છે. તેવામાં કેટલાક લોકો તે સ્કીનને હાથથી ખેંચીને નીકાળે છે અથવા તો નેલ કટરથી તેને સાફ કરે છે. પરંતુ આ જોખમી છે. તેનાથી ફંગલ ઇન્ફેકશન થવાનું જોખમ રહે છે.

મોઢામાં ના નાખવો હાથ કે આંગળી

જો કે, આ આદત ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. છતાંપણ મોઢામાં હાથ કે આંગળી નાખવી બીમારીઓને આમંત્રણ આપવા જેવી વાત છે. ભલે તમે હાથ સારી રીતે સાફ કર્યા હોય પરંતુ હાથમાં બેક્ટેરિયાની માત્રા સ્કીનમાં ચીપકેલી હોય છે. તેનાથી તે બધા જ બેક્ટેરિયા મોંની અંદર જતા રહે છે.