પોલીંગ બુથની બહાર અલકા લાંબાએ AAP કાર્યકર્તાને મારી થપ્પડ.. જાણો શું થયું હતું

ચાંદની ચોક વિધાનસભાથી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ પોલીંગ બુથની બહાર એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. જો કે તે થપ્પડ પેલા કાર્યકર્તાને વાગ્યો તો નહી. આ વિડીયો મજનુ ક ટીલા વિસ્તાર પાસેનો છે.

ચાંદની ચોકના મજનું કે ટીલે મતદાન કેન્દ્ર ૧૨૬ થી ૧૩૩ પર અલકા લાંબા અને આપ કાર્યકરો વચ્ચે બોલાચાલી થઇ. આ દરમિયાન અલકા લાંબાએ આરોપ મુક્યો કે આપ કાર્યકર્તાએ તેમના પુત્ર અંગે ટિપ્પણી કરી. વિડીયોમાં આપ કાર્યકર્તા કહી રહ્યો છે કે આ ૨૨ વર્ષનો છોકરો કોનો છે ? એ તો કહી દો.. તેની વાતથી અલકા લાંબાને ગુસ્સો આવે છે અને તેઓ તેણે મારવા માટે આગળ વધે છે પરંતુ થપ્પડ વાગતા રહી જાય છે. પોલીસ પણ ત્યાં સુધીમાં કાર્યકર્તાને પકડી લે છે. આ દરમિયાન અલકા લાંબા પોલીસને તેની ધરપકડ કરવા માટે પણ કહે છે. અલકા લાંબાનું કહેવું છે કે કાર્યકર્તાએ તેમના દીકરા પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

અલકા લાંબાએ ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરી. તેમણે જણાવ્યું-


હું પોલીસ બુથની બહાર આવી, તો જોયું એક આપ ઉમેદવારનો છોકરો પોલીસ સાથે બુથની અંદર જવા માટે વિવાદ કરી રહ્યો હતો અને તે દરમિયાન જ આપ કાર્યકર્તા હરમેશ મારા વિરુદ્ધ ખરાબ ભાષામાં વાત કરવા લાગ્યો. પોલીસનો આભાર કે તેમણે તરત ધરપકડ કરી લીધી.

કાર્યકર્તાની વાતને પોલીસે પણ સાંભળી હતી. ત્યાં AAP નેતા સંજયસિંહ પણ આ ઘટનાની ફરિયાદ ચૂંટણી પંચમાં કરવાની વાત કરી રહ્યા છે. અલકા લાંબા આમ આદમી પાર્ટીથી ચાંદની ચોકના ધારાસભ્ય રહી ચુક્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે ખટપટ થવાના કારણે તેમણે પાર્ટી છોડી દીધી હતી અને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. અલકા લાંબા પહેલા પણ કોંગ્રેસમાં રહી ચુક્યા છે.

અલકા લાંબાની છાપ દબંગ નેતાની છે, આ અગાઉ તેઓ એકલા હાથે અનેક વખત ઝગડા – મારામારી કરી ચુક્યા છે, તો તેમના વિસ્તારમાં પણ તેઓ ઘણા લોકપ્રિય છે. તેઓની સામે દરેક પક્ષના અને ગેંગના માથાભારે લોકો પણ ડરતા હોય છે તો તેઓ એકલા જ નીડરતાથી ફરતા હોય છે અને સામે જે આવે તેને પહોંચી વળવા સક્ષમ છે.