અશોક ગહેલોતે આપી એવી ચેલેન્જ કે જેનો રૂપાણી પાસે નહી હોય કોઈ જવાબ..!!

ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે અનેક વખત સવાલો ઉઠતા રહે છે પરંતુ એક ઈન્ટરવ્યુંમાં અશોક ગહેલોતને સવાલ કરવામાં આવતા તેમણે ગુજરાતમાં જોઈએ એટલો દારૂ મળતો હોવાનો અને બીજે બધે કરતા વધારે દારૂ ગુજરાતમાં મળતો હોવાનું જણાવ્યું હતું. દારૂના વેચાણથી ગુસ્સે ના થતા રૂપાણીએ આ ભાજપ સરકારને ઉઘાડા પાડતા નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવવાનો પ્રયાસ કરીને લોકોને કોંગ્રેસ વિરુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો.

શંકરસિંહ વાઘેલાએ તો ત્યાં સુધી આક્ષેપ મૂકી દીધો કે સીએમના ઘરની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ચાલે છે. ગુજરાતમાં દારૂબંધીની કેટલી અમલવારી છે તે સૌ કોઈ જાણે છે ત્યારે આ નિવેદનબાજી વચ્ચે હવે અશોક ગહેલોતે વિજય રૂપાણીને એવી ચેલેન્જ આપી છે કે આ બધી જ નિવેદનબાજીનો હવે અંત આવી જશે.

અશોક ગહેલોતે વિજય રૂપાણીને ચેલેન્જ આપી છે કે જો ગુજરાતમાં આસાનીથી દારુ ના મળી જાય તો હું રાજકારણ છોડી દઈશ અને જો મળી જાય તો વિજય રૂપાણી રાજકારણ છોડી દે..

ગુજરાત વિશે આમ બોલ્યા ને એમ બોલ્યા એવા નિવેદનો આપતી ભાજપ શું એ નથી જાણતી કે દારૂના સેવનને લીધે ગુજરાતના કેટલા પરિવારો રોજ બરબાદ થાય છે, કેટલા ગરીબોના રૂપિયાનો વ્યય થાય છે, કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, કેટલા લોકો અનેક વખત થતા લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવે છે ? ત્યારે ક્યાં જાય છે ગુજરાત માટેની તમારી ચિંતા ?

શું વિજય રૂપાણી રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતના પડકારને સ્વીકારી શકશે ? શું તેઓ કહી શકશે કે હા હું ચેલેન્જ સ્વીકારું છું કે ગુજરાતમાંથી કોઈ એક ટીપું પણ દારુનું શોધી લાવશે તો હું રાજીનામું ધરી દઈશ અને રાજકારણ છોડી દઈશ ? શું રૂપાણીને તેમના શાસન પર અને તેમના શાસનમાં કાયદા અને વ્યવસ્થા પર ભરોસો છે ? જો હશે તો તેનું ચુસ્ત પાલન થાય છે તેવું કહીને આ ચેલેન્જ સ્વીકારી લેશે. નહિતર સમજી લેવાનું કે તેઓ રાજકારણ છોડવા નથી માંગતા ?

વધુમાં ગહેલોતે જણાવ્યું હતું કે, ‘ ગુજરાતમાં આઝાદી બાદથી દારૂબંધી છે પરંતુ કોઈને પણ પૂછી લો ત્યાં સરળતાથી દારૂ મળી જાય છે, આ વાત ગુજરાતના લોકો જાણે છે, તે વ્યક્તિ દારૂ પીતી હોય કે ન પીતી હોય.’ તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ નિવેદન આપ્યું હતું કે, ” ગુજરાતનો એક કિમીનો એવો વિસ્તાર નહીં હોય જ્યાં પોટલી મળતી ના હોય.

આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ” રાજકારણીઓ અને પોલીસ હપ્તા લે છે એટલે દારુ અંગે પગલા લેવાતા નથી. ગુજરાતના મુખ્યમંત્રીએ અશોક ગહેલોતના નિવેદન મુદ્દે રાજકારણ કરવું ના જોઈએ. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારુ મળી રહ્યો છે તેનાથી ગુજરાતીઓનું માથું શરમથી ઝુકી ગયું છે.”

તો કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે પણ જણાવ્યું હતું કે, દારૂબંધીના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ અલ્પેશ પાસે દારૂના અડ્ડાઓનું લિસ્ટ છે, રૂપાણી દરોડા પાડે. અલ્પેશને સરકારના બાતમીદાર બનાવી ગુજરાતને સંપુર્ણ દારૂમુક્ત કરી બતાવે. બાકી, ગાંધીના ગુજરાતમાં ગાંધી આશ્રમની નજીક પણ દારૂ વેચાય છે તેની હકીકત સૌ જાણે છે.”