સટોડિયાઓના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આ પક્ષની સરકાર બનવાની નક્કી છે..

દિલ્હી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર હવે થંભી ગયો છે. હવે પક્ષો ઘરે ઘરે જઈને મતદારોને લોભાવવાના પ્રયાસો કરવામાં લાગી ગયા છે. આમ આદમી પાર્ટી સત્તામાં બની રહેવા માટે જોર લગાવી રહી છે, ભાજપ સત્તામાં આવવા માટે બનતા બધા પ્રયત્નો કરી રહી છે તો કોંગ્રેસ પણ દિલ્હીમાં ખોવાયેલી જમીન ફરીથી હાંસલ કરવા માટેના પ્રયાસોમાં છે, આ બધાની વચ્ચે સટ્ટા બજારથી ખબર મળી રહી છે.

સટ્ટા બજારની અનુસાર આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા દિલ્હીમાં યથાવત છે, ભાજપ અને કોંગ્રેસને ફરી એકવાર ચૂંટણીમાં નિરાશા પ્રાપ્ત થઇ શકે છે. મેલ ટુડેની ખબર અનુસાર સટ્ટા બજાર આમ આદમી પાર્ટીની ફરીથી સરકાર બનવાનો દાવો કરી રહી છે. સટોડિયાઓનું અનુમાન છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીને ૫૭ થી ૫૯ બેઠકો મળી શકે છે, ગઈ ચૂંટણીની તુલનામાં લગભગ ૧૦ સીટોનું નુકસાન થવાની વાતો થઇ રહી છે. પરંતુ તો પણ તેઓ આરામથી સરકાર બનાવી શકે છે.

ભાજપને ફાયદો ખરો પણ સત્તાથી રહેશે દુર.

ભાજપની સીટો વિશે પણ સટ્ટા બજાર અનુમાન કર્યું છે. તેને ૧૨ બેઠકો મળવાનો દાવો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હી વિધાનસભાની ૭૦ માંથી ૩ બેઠકોથી સંતોષ માની લેવો પડ્યો હતો. ભાજપે દિલ્હી ચૂંટણીમાં પૂરેપૂરું જોર લગાવી દીધું છે. તેમણે ૭૦ કેન્દ્રીય મંત્રીઓની સાથે સાથે ૨૪૦ સાંસદોને પ્રચારમાં ઉતાર્યા છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ રેલીઓ કરી. કોંગ્રેસને સટોડિયાઓ ૧-૨ બેઠકો આપી રહ્યા છે. કોંગ્રેસના વોટ શેરમાં થોડોક વધારો થશે. ૨૦૧૫ માં તો જો કે કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખુલ્યું. ૨૦૧૩ વિધાનસભા ચૂંટણીથી પહેલા ૧૫ વર્ષ સુધી દિલ્હીમાં કોંગ્રેસ સત્તામાં હતી.

શાહીનબાગથી આમ આદમી પાર્ટીને નુકસાન

સટોડિયાઓનું કહેવું છે કે શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનથી આપ ને થોડું નુકસાન થયું છે. મેલ ટુડેને એક સટોડિયાએ જણાવ્યું હતું કે બે અઠવાડિયા પહેલા આમ આદમી પાર્ટીને ૬૯ બેઠકોનું અનુમાન હતું. પરંતુ શાહીન બાગના ખબરોમાં આવ્યા બાદ ભાજપને ફાયદો થયો. સંશોધિત નાગરિકતા કાયદાને લઈને ચાલી રહેલા પ્રદર્શનને કારણે સાંપ્રદાયિક ધ્રુવીકરણ થયું છે. તેનાથી કાયમની જેમ ભાજપને જ ફાયદો થયો છે.