છોકરાએ નાનાનું બનાવ્યું ફેસબુક એકાઉન્ટ, બીજા દિવસે કરી એવી પોસ્ટ કે જોઇને….

આમ તો આજકાલ યુવાન, વૃદ્ધ સૌ કોઈ સોશિયલ મીડિયા સાથે જોડાઈ રહ્યા છે, બાળકો અને વૃદ્ધો તેમની નવરાશની પળો હવે સોશિયલ મીડિયામાં વિતાવતા થયા છે. જુના ગીતો સાંભળવાથી લઈને જાતજાતની જાણકારીઓ માટે, ધાર્મિક વાતો માટે તેમજ જુના મિત્રો સાથે જોડાયેલા રહેવા તથા સમય પસાર કરવા માટે વૃદ્ધો સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે છે અને તેમના પુત્રો જોડેથી નવી પેઢીના આ માધ્યમો અંગે શીખે છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખુબજ વાયરલ થઇ રહી છે, જે વાંચીને તમારી પણ આંખો ભીની થઇ જશે. એક છોકરાએ તેના નાનાનું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું. બીજા દિવસે નાનાએ એવું સ્ટેટ્સ અપડેટ કર્યું, જે જોઇને પૌત્ર પણ હેરાન થઇ ગયો, ટ્વીટર પર આ પોસ્ટ ઘણી વાયરલ થઇ રહી છે. આધા નામના ટ્વીટર યુઝરે લખ્યું, મે મારા નાનાનું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું.

તેમણે નવો સ્માર્ટફોન ખરીદ્યો હતો એટલે બનાવી આપ્યું. આજ મે તેમનું ફેસબુક સ્ટેટ્સ જોયું. લખ્યું હતું – ‘મારી પત્ની’ જયારે મને કઈ સમજાયું નહી તો મે તેમને જ સ્ટેટ્સ વિશે પૂછ્યું. તો તેમણે કહ્યું કે ફેસબુક પૂછી રહ્યું હતું કે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે. તો મે મારી પત્ની એમ લખી દીધું. આ સાંભળીને પૌત્રના ચહેરા પર પણ ખુશી વ્યક્ત થઇ ગઈ.

૫ ફેબ્રુઆરીએ તેમણે આ પોસ્ટ કરી હતી, જેની અત્યારસુધી ૧૩ હજાર કરતા વધારે લાઈક્સ અને ૨ હજાર કરતા વધારે રિ ટ્વીટસ થઇ ચુકી છે. ઓકો આ શખ્સના નાનાની ઘણી પ્રશંસા કરી રહ્યા છે અને તેમની પોસ્ટને મનને અસર કરી જનારી બતાવે છે. એક યુઝરે લખ્યું કે, મે ક્યારેય નહોતું વિચાર્યું કે તમારા નાના આવી કમેન્ટ કરશે. તો બીજા એક યુઝરે લખ્યું કે, મારા દાદા દાદી પણ કંઈપણ કમેન્ટ કરી દેતા હોય છે પરંતુ મે ક્યારેય પણ નથી પૂછ્યું કે તેમણે આવું કેમ કર્યું. કદાચ તેઓ પણ આવું જ લોજીક આપી દેત. તો ત્રીજા યુઝરે લખ્યું કે, માસુમિયત અને ક્યુટનેસથી ભરેલા આ ખુબજ ઈમાનદાર જવાબ છે.