એક ફેસબુક પેજથી કરી હતી શરુઆત, આજે છે ૬૦૦ કરોડ રૂપિયાની કંપની..!! વાંચો સફળતાની આ વાત

શું તે આપણા માટે રસપ્રદ અને સહેલું ના રહે કે, એક જ પ્લેટફોર્મ પર વિશ્વભરના સમાચારો ફક્ત ૬૦ શબ્દોમાં કે જે ચટપટી અને ઝડપી માહિતી મળી રહે ? ન્યુઝ એપ્લિકેશન ‘ઇનશોર્ટ્સ’ કે જેમાં નેશનલ, બિઝનેસ, સ્પોર્ટ્સ, ટેકનોલોજી સહીત અનેક કેટેગરી ડિસ્પ્લે કરવામાં આવે છે.

હાં વાત કરીએ છીએ આપણે અતિ પ્રખ્યાત Inshorts કે જે ન્યુઝ ઇન શોર્ટ્સ તરીકે શરુ કરવામાં આવ્યું છે તેની. જે એન્ડ્રોઈડ અને iOS યુઝર્સને એપ્લિકેશનમાં ટૂંકા લખાણમાં માહિતી પૂરી પાડે છે.

તો કેવી રીતે InShorts નો આઈડિયા સૌપ્રથમ ઉદ્ભવ્યો ? અન્ય ફેસબુક પેજોની જેમ, ઇનશોર્ટ્સની શરુઆત તાજી ખબરો અને માહિતી શેર કરવાના હેતુથી થઇ હતી. માત્ર એટલા કામથી જ પ્રખ્યાત થવું આસાન નહોતું.

આ એપ્લિકેશન બનાવનારાઓ ૬૦ શબ્દોમાં ન્યુઝ રજુ કરવાનો વિચાર કર્યો. આ એકદમ સીધો સાદો પરંતુ કંઈક અત્યારસુધીના અલગ આઈડિયાએ તેમનું જીવન બદલી નાખ્યું.

InShorts શરુ કરવા પાછળ અઝહર ઇકબાલ, દિપિત પુરકાયસ્થા અને અનુનય અર્ણવ નામના યુવાનોના દિમાગ રહેલા છે, કે જેમણે તેમના IIT દિલ્હીના છેલ્લા સેમેસ્ટરથી જ નક્કી કરી રાખ્યું હતું.

એક ઈન્ટરવ્યુંમાં અઝહર ઇકબાલે કહ્યું હતું કે, તેનું સેટઅપ કરવું એકદમ આસાન હતું. અન્ય સ્ટાર્ટઅપ્સની જેમ નહી કે જેનું જમીની અમલીકરણ કરતા મહિનાઓ લાગી જાય, અમે ૩ દિવસની દોડધામમાં આ પ્લેટફોર્મ તૈયાર કરી દીધું.

આ એપ્લિકેશન એક એવું માધ્યમ છે કે જે તેમના વાંચકોને જરૂર પુરતી જ માહિતી આપે છે, ૬૦ શબ્દોની અપડેટ્સ કે જેમાં તેમની આસપાસ ઘટના બની રહી છે.

તે શરૂઆતમાં ફક્ત અંગ્રેજીમાં જ ઉપલબ્ધ હતી, પરંતુ તેઓએ તાજેતરમાં જ તેમની એપ્લિકેશનને હિન્દીમાં લોંચ કરી છે તેમજ તેની સફળતાના આધાર પર આ એપ થોડાક જ સમયમાં સ્થાનિક ભાષાઓમાં પણ લોંચ થશે.

તેમના કોલેજ દિવસ દરમિયાન, આ ત્રણ યુવાનોએ જોયું હતું કે, લોકોને લાંબા લાંબા સમાચારોમાં કોઈ રસ હોતો નથી અને આ સાથે જ તેમણે ન્યુઝ ઇન શોર્ટ્સ નો વિચાર લોંચ કરવાનું મન બનાવી લીધું હતું.

પોતાના મિત્રો સાથે અઝહરે એક ફેસબુક પેજ બનાવ્યું હતું અને ટૂંકા જ સમયગાળામાં તેઓએ ઘણી મોટી સંખ્યામાં ૧ લાખ જેટલી લાઈક્સ મેળવી લીધી હતી. લોન્ચિંગના ગણતરીના મહિનાઓની અંદર જ એપ્લિકેશનને ૧૦ હજાર કરતાં વધુ લોકોએ ડાઉનલોડ કરી હતી.

તો એક વર્ષની અંદર આ એન્ટ્રપ્રિનીયોર્સે ફોર્બ્સ’૩૦ ના અન્ડર ૩૦ લિસ્ટમાં સ્થાન મેળવી લીધું, આ ઉપરાંત તેઓએ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસીએશન ઓફ ઇન્ડિયા (IAMAI) દ્વારા બેસ્ટ ઇનોવેશન એપનો એવોર્ડ પણ મેળવી લીધો.

વર્ષ ૨૦૧૩ માં શોધાયેલી આ એપ્લિકેશનને ૩૦ લાખ કરતાં પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. વર્ષ ૨૦૧૫ ના મધ્યના ભાગ સુધીમાં જ તેઓએ ૧૦ લાખ યુઝર્સનો આંકડો વટાવી દીધો હતો. તે ખરેખર ઘણો મોટો આંક કહેવાય.

૬૦ શબ્દોમાં સમાચાર વાંચવાનો એક અલગ જ અનુભવ ઉભો કરતી આ એપ્લિકેશનમાં ન્યુઝમાં ઈમેજ કે જે મોબાઈલ સ્ક્રિન પર કાર્ડની જેમ બતાવાય છે. જો વાંચક આખી સ્ટોરી વાંચવા માંગતો હોય, તો તે એપમાં અપાયેલી પબ્લિશરની વેબસાઈટની લિંક પર ક્લિક કરીને વાંચી શકે છે.

વર્ષ ૨૦૧૫ ના અંત સુધીમાં, ઈ કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટે InShorts ના આઈડિયામાં રસ દાખવ્યો અને જે તે સમયે તેમાં ૪૦ લાખ ડોલર એટલે કે ૨૭ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, ટાયગર ગ્લોબલ ઇન્વેસ્ટર્સે પણ ૨ કરોડ ડોલર એટલે કે ૧૩૬ કરોડ રૂપિયા જેટલું રોકાણ કર્યું.

InShorts દિવસની લગભગ ૧૪૦ જેટલી સ્ટોરી બનાવે છે. યુઝર માટે આ એપ્લિકેશન એકદમ સરળ હોવા છતાં આકર્ષક છે, વાંચક ફક્ત સ્ક્રિન પર સ્વાઇપ કરતા કરતા લેટેસ્ટ મ્યુઝ અને દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે.

તો આવનારા સમયમાં આ એપ્લિકેશન મલ્ટીમિડિયા જેવા કે વિડિયોઝ, ઇન્ફો ગ્રાફિક્સ, પ્રોડકાસ્ટ, બ્લોગ્સ અને અન્ય પણ ઘણી સુવિધાઓ શરુ કરશે.