ગોવાના કેટલાય પ્લાન્સ કેન્સલ થશે, કારણકે ૧ એપ્રિલથી ગોવામાં વધી જશે….

ગોવા એટલે બેચલર્સ માટે બીચ અને દારુનો બીજો અર્થ. ગોવા જવાનો શોખ અને ઈચ્છા દેશના દરેક વ્યક્તિને હોય છે, તેમાં પણ યુવાનો અને શોખીનોને તો ખાસ. કોલેજીયનોમાં તો ગોવાના પ્લાન કાયમ બનતા જ રહે છે, બનતા જ રહે છે. કદાચ જાય કે ના જાય દેશના મોટાભાગના કોલેજીયનોએ એક વખતને માટે તો ગોવાનો પ્લાન બનાવ્યો જ હશે.

આ ઉનાળામાં પણ અનેક લોકોએ ગોવા જવાનો પ્લાન બનાવ્યો હશે. શાળાઓ, કોલેજોમાં ઉનાળુ વેકેશન અને રજાઓને કારણે ઘણા યુવાનો અને ફેમીલીઓએ ગોવાના પ્લાન કરી રાખ્યા હશે પરંતુ તેમાંથી બેચલર્સ અને દારુપ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર છે. એક રીપોર્ટ અનુસાર, ૧ એપ્રિલથી ગોવામાં દારુ ૫૦ ટકા મોંઘો થવાનો છે.

ગુરુવારે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગોવા વિધાનસભામાં એ વાતની જાહેરાત કરી. પોતાનું પહેલું બજેટ રજુ કરતા સાવંતે કહ્યું કે,” એક્સાઈઝ ડ્યુટી અને લીકર વેચવાની ફી માં વધારો થશે. લીકરની કેટેગરીના હિસાબથી તે ૨૦- ૫૦ ટકા રહેશે.” આમ દારૂના ભાવમાં મોટા વધારાની શક્યતા રહેલી છે.

પત્રકારો સાથે વાત કરતા સાવંતે જણાવ્યું, અમે ટેક્સમાં થોડોક વધારો કર્યો છે જેથી સામાન્ય માણસ પર દબાણ ના વધશે. એક્સાઈઝ ડ્યુટી, સ્ટેમ્પ ડ્યુટી, ફીસ, કોર્ટ ફીસ અને જમીનના ભાવોમાં વધારો થશે. ૨૦૧૮-૧૯ માં ગોવાનું એક્સાઈઝ રેવન્યુ કલેક્શન ૪૭૭.૬૭ કરોડનું હતું. તે તેના આગલા વર્ષ કરતા ૧૬.૫ ટકા વધારે હતું. તેમ છતાં ગોવામાં બીજા રાજ્યો કરતા દારુ સસ્તી રહેશે. સાવંતે બોટલો પર હોલોગ્રામ લગાવીને દારૂના કાળા બજાર પર લગામ લગાવવાનું આશ્વાસન આપ્યું.

ત્યારે હવે ગોવામાં લીકર માર્કેટમાં આની મોટી અસર પડી શકે ,અગાઉ હાઈવેથી નજીકના અંતરે દારુ વેચવા પર મર્યાદા લગાવવામાં આવતા દેશભરમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે હવે અલગ અલગ ટેક્સમાં વધારો થતા ગોવામાં દારુના ભાવોમાં વધારો થશે તો જરૂરથી તેના વેચાણ પર તો અસર પડશે જ.