ખેડૂત ફાસ્ટેગ લેન પર જતો રહ્યો, તો ટોલ પ્લાઝાવાળાઓએ મારી મારીને જીવ લઇ લીધો..

પશ્ચિમ ઉત્તર પ્રદેશનું મેરઠ, ત્યાંના સિવાયા ટોલ પ્લાઝાથી જોડાયેલા બે કર્મચારીઓ અને કેટલાક બાઉન્સરો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર એક શેરડીના ખેડૂતને ખોટી લેન પર જવાને કારણે મારવાનો આરોપ છે, જ્યારબાદ ખેડૂતનું મોત થઇ ગયું. હાલમાં આરોપી ફરાર છે.

હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, ઘટના ૩ ફેબ્રુઆરીની છે. સોહનવીર ચૌહાણ પોતાની ટ્રેક્ટર-ટ્રોલીમાં શેરડી લઈને જઈ રહ્યો હતો. જણાવાઈ રહ્યું છે કે તે જામથી બચવા માટે ફાસ્ટેગ લેનથી જઈ રહ્યો હતો, ત્યારે કર્મચારીઓએ એને રોકીને મારપીટ કરી. સોહનવીર દુલ્હેડા ગામનો રહેવાસી હતો અને શેરડી લઈને દૌરાલા જઈ રહ્યો હતો. ઘટના બાદ ગામના લોકોએ ટોલ પર બબાલ પણ કરી અને રસ્તો જામ કરી દીધો.

મેરઠના એસપી અખિલેશ નારાયણ સિંહે કહ્યું, ‘કલમ ૩૦૨ હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરાર આરોપીઓની જલ્દીથી ધરપકડ કરવામાં આવશે. તો સોહનવીરના પરિવારજનોનો આરોપ છે કે પોલીસ આ કેસમાં સત્યને છુપાવી રહી છે. ખેડૂતના પિતા રમેશ અને મોટા ભાઈ નવીર ચૌહાણે આરોપ મુક્યો છે કે આ પ્લાન કરેલો મર્ડર હતું. તેમણે દાવો કર્યો છે કે, ટોલના કર્મચારી રોજ ટોલ પ્લાઝા જઈ રહ્યા હતા પરંતુ પોલીસે તેમની ધરપકડ કરવાનો કોઈ પ્રયાસ નથી કર્યો. પોલીસ ટોલ વાળા કેસને દુર્ઘના જણાવીને કેસને રફેદફે કરવા માંગે છે.

પહેલા ટોલ પ્લાઝાવાળાઓએ પોલીસને જણાવ્યું હતું કે ટ્રેક્ટર રોકવાના ચક્કરમાં ટોલ ગેટની દોરી તેના ગળામાં બંધાઈ ગઈ. ઘટના બાદ ખેડૂતોએ રસ્તો બંધ પણ કર્યો હતો. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેત પણ ત્યાં ધરણા પર બેઠા. તેમણે કહ્યું કે ટોલ પર થતી ગુંડાગીરી બંધ થવી જોઈએ. ભાજપના ધારાસભ્ય સંગીત સોમે આ કેસની તપાસ કરવાની માંગની કરી છે.