દિવ એટલે દરિયો જ નહીં, ત્યાં આવેલી નાઈડા ગુફાઓ જોઇને બધું જ ભૂલી જશો.. જુઓ ફોટોઝ

દિવ ગુજરાતને અડીને આવેલ અને ભૌગોલિક રીતે ગુજરાત સાથે જોડાયેલું બેટ છે. ગુજરાતનું પસંદગીનું પ્રવાસન સ્થળ છે. આમતો આપણે ત્યાં લોકો દિવ જાય તેના બે જ કારણ હોય છે. દરિયો અને દારુ. દિવનો દરિયો આહલાદક છે.

નાગવા બીચ પર લોકો દરિયાના મોજા સાથે નહાવાની મજા લે છે તો જાલંધર બીચ પર બોટિંગની. તો કેન્દ્રશાસિત પ્રદેશ છે દિવ, એટલે છૂટ હોવાથી દારુ પીવા પણ પીવાના શોખીનો તેઓ પીવાની મજા લે છે.

આમ દિવ એટલે લોકોના મનમાં બે જ પ્રકારની માન્યતાઓ છે, દરિયો અને દારુ. જો કે આ માન્યતા હવે જૂની થઇ.

દિવમાં આ સિવાય પણ ઘણા જોવાલાયક સ્થળો છે. કિલ્લો ને સનસેટ પોઈન્ટ ને ચર્ચ સિવાય હાલમાં પ્રવાસીઓનું પસંદગીનું ડેસ્ટીનેશન બન્યું છે નાઈડા કેવ્સ.

તમે ઘણીવાર દિવ ગયા હશો, દિવમાં ઘણી જગ્યાઓએ ગયા હશો, દિવ વિશે ઘણું સાંભળ્યું પણ હશે પરંતુ તમે આ સ્થળ નહી જોયું હોય તેમજ તેના વિશે નહી સાંભળ્યું હોય.

તો અમે તમને કંઈક નવી જ વાત જણાવવાનું નક્કી કર્યું ત્યારે આજે જોઈએ અને જાણીએ દિવની આ સૌથી શ્રેષ્ઠ પણ ઓછી જાણીતી જગ્યા તેવી નાઈડા કેવ્સ વિશે.

દિવમાં અંગ્રેજો નહીં પણ પોર્ટુગીઝોનું શાસન લગભગ ચારસો વર્ષ સુધી રહ્યું હતું અને આજે પણ દિવની સંસ્કૃતિ અને શહેરરચના તેમજ ખોરાકથી લઈને ભાષા સુધી તેની અસર જોવા મળી હતી.

દિવ ફરવા આવતા લોકોમાંથી નાઈડા કેવ્ઝ જોવા જનારા તો ઘણા ઓછ લોકો હોય છે પરંતુ નવું જાણવાના અને પ્રકૃતિને માણવાના શોખીન તેમજ ફોટોગ્રાફીનો શોખ ધરાવનારાઓ માટે કહી શકાય કે ગુજરાતના ટોચના સ્થળોમાંથી આ એક જગ્યા કહી શકાય.

દિવ કિલ્લાની બહારની તરફ આ ગુફાઓ આવેલી છે, ગુફાની અંદર ભોંયરા અને પથ્થરોનું સ્ટ્રક્ચર એવું છે કે તેના ફોટો જોઇને જ વ્યક્તિ ત્યાની એક વખત મુલાકાત લેવા આકર્ષાઈ જાય.

કહેવાય છે કે જયારે દિવમાં પોર્ટુગીઝોનું શાસન હતું, ત્યારે તેઓ પથ્થરોની મોટી શિલાઓ તોડતા હતા અને તેનો બાંધકામમાં ઉપયોગ કરતાં હતા. આ ગુફાઓએ એક આકાર ધારણ કર્યો છે તે એક અસામાન્ય ઘટના છે.

જો કે એક અભ્યાસ મુજબ કહેવાય છે કે આ ગુફાઓ ભૌગોલિક અનિયમિતતા અને સમય જતાં પણ રચાઈ ગઈ છે.

સ્થાનિકોના કહેવા અનુસાર ૨૦ મી સદીમાં જયારે પોર્ટુગીઝો દિવ છોડવા તૈયાર નહોતા અને ભારતીય સેના દ્વારા દિવને ભારત સાથે જોડવા માટે ઓપરેશન વિજય લોંચ કરવામાં આવ્યું હતું, તે સમયે અમુક સૈનિકો નાઈડા કેવ્સ (ગુફાઓ)માં રોકાયા હતા.

આ ગુફાઓનું પ્રવેશ કુદરતી છે કે જ્યાંથી સૂર્ય પ્રકાશને પ્રવેશવાની જગ્યા મળે છે, ફોટોગ્રાફીના શોખીનને તેમાં બધું જ મળી રહે છે. જો કે એક રીતે ત્યાં ભીડ ઓછી હોવાને કારણે એકદમ શાંતિની અનુભૂતિ પણ થાય છે.

આ ગુફાઓ સાંજના ૫:૩૦ વાગ્યા સુધી ખુલ્લી રહે છે, ત્યારબાદ તેમાં અંધારું થવા લાગે છે. ઘણા લોકો કુદરતી સર્જન કહે છે તો ઘણા લોકો કહે છે પોર્ટુગીઝોએ કિલ્લો બાંધવા માટે તોડેલા પથ્થરો બાદ આ ગુફાઓની રચના થઇ છે.

પરંતુ આ ગુફાઓમાં ક્યાંય માહિતી આપતા બોર્ડ જોવા નથી મળતા તેથી હજુસુધી તેનો સત્તાવાર ઈતિહાસ નોંધાયેલો ના કહેવાય.

ગુફામાં પ્રવેશો ત્યાંથી દિશા નિર્દેશ કરતાં બોર્ડ જોવા મળશે જેના આધાર પર તમે કઈ તરફ જવું તે જાણી શકો છો. આ ગુફાઓ આંતરિક રીતે જોડાયેલી છે તેમજ તેમાં ફરતાં લગભગ અડધાથી ૧ કલાક જેવો સમય વીતી જાય છે.

પથ્થરોની વચ્ચેની તિરાડોમાંથી ઝીણા સૂર્યના કિરણો આવતા હોય છે તેની સુંદરતા પણ અલગ છે. ગુફાની આવેલા વૃક્ષો અને તેમાં પણ વડના ઘટાદાર પૌરાણિક વૃક્ષો તેમજ તેની વડવાળીઓ એક અલગ જ પ્રાકૃતિક ફીલિંગ આપે છે.

પથ્થરો પરના ખાડા, નિશાન, ખરબચડા ભાગ જોઇને કંઈક વિશેષ અનુભૂતિ થાય છે. હવે દિવ ક્યાં આવ્યું, ત્યાં ઉના થઈને જવાય તે વિશે કહેવાની તમને જરૂર નથી પરંતુ દિવ શહેરના નાગવા બીચ તરફ જતા રસ્તાવાળા દરવાજાની બહાર જ એક રસ્તો પડે છે ત્યાં આ ગુફાઓ આવેલી છે.

જો તમને આ સરસ મજાની માહિતી અને આર્ટીકલ પસંદ આવે તો જરૂરથી શેર કરજો..