મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પ્રેમ કહાની, ટ્રાફિક વચ્ચે રોકીને પૂછ્યું હતું..

દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક રહેલા મુકેશ અંબાણીને કોણ નહીં ઓળખતું હોય. તેમના વિશે તમને ઘણી બધી ખબર હશે, પરંતુ શું તમને એ ખબર છે કે તેમણે નીતા સાથે લવ મેરેજ કર્યા છે. બન્નેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. ટ્રાફિક રોકીને મુકેશ અંબાણીએ નીતા અંબાણીને હા પડાવી હતી.

હકીકતમાં નીતાના પિતા બિરલા ગ્રુપમાં કામ કરતા હતા. એક દિવસ બિરલા પરિવારના ઘરે બિરલા માતોશ્રીમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં નીતાએ ભરત નાટ્યમ કર્યું હતું. આ પ્રોગ્રામમાં મુકેશના પિતા ધીરુભાઈ અંબાણીએ નીતાને પહેલી વખત જોયા અને તેનાથી ઘણા પ્રભાવિત થયા. તેમણે ત્યારે જ નીતાને મનોમન પોતાની વહુ બનાવવાનો નિર્ણય કરી લીધો.

કાર્યક્રમ સમાપ્ત થવા પર ધીરુભાઈ અંબાણીએ નીતાનો નંબર લીધો. ત્યારબાદ તેઓ ઘરે ગયા અને સૌથી પહેલા તેમણે નીતાને ફોન લગાવ્યો અને કહ્યું કે હું ધીરુભાઈ અંબાણી બોલી રહ્યો છું. આ સાંભળતા જ નીતા અંબાણીને લાગ્યું કે કોઈ તેમની સાથે મજાક કરી રહ્યું છે અને તેમણે ગુસ્સે થઈને ફોન કાપી નાખ્યો. આ ફોનનો ક્રમ ચાલતો રહ્યો અને નીતા અંબાણી વારંવાર ફોન કાપતી રહી.

અંતે ફોન નીતાના પિતાજીએ ઉઠાવ્યો અને તેમણે ધીરુભાઈનો અવાજ ઓળખી લીધો અને નીતાને તેમની સાથે વાત કરવાનું કહ્યું. નીતાએ તેમની સાથે વાત કરી, ધીરુભાઈએ નીતાને પોતાની ઓફીસ પર બોલાવ્યા. જયારે નીતા ત્યાં મળવા પહોંચી તો ત્યાં તેમણે નીતાના ભણતર, રસ વિશે પૂછ્યું. તેમણે નીતાને ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું. મુકેશ અને નીતાના પરિવારે જયારે બન્નેને એકબીજા માટે પસંદ કરી લીધા તો બન્ને વચ્ચે મુલાકાતો શરુ થઇ.

મુકેશ ભલે પૂરો સમય બિઝનેસમાં વ્યસ્ત રહેતા હોય પરંતુ નીતાને મળવા માટે તેઓ સમય નીકાળી જ લેતા હતા. એકવાર નીતા અને મુકેશ સાંજના સમયે ગાડી લઈને ફરવા નીકળ્યા હતા, નીતા ગાડીમાં બેઠા હતા પરંતુ તેમનું ધ્યાન ક્યાંક બીજે જ હતું. તેઓ પોતાના ભણતર અને લગ્નને લઈને અસમંજસમાં હતા, ત્યારે અચાનક મુકેશ અંબાણીએ ગાડી રોકી અને નીતાને કહ્યું કે ‘શું તું મારી જોડે લગ્ન કરીશ?

મુકેશ અંબાણીએ નીતાને કહ્યું જયા સુધી તું મારા આ સવાલનો જવાબ નહી આપે ત્યાં સુધી હું ગાડી નહી ચલાઉ. નીતાના ચહેરા પર થોડુક હાસ્ય હતું અને જયારે નીતાએ પાછળ રેડ લાઈટ પર ઉભેલી ગાડીઓનો અવાજ સાંભળ્યો.. ત્યારે નીતા અંબાણીએ જવાબ ‘હા’ માં આપ્યો અને કહ્યું યસ.. આઈ વિલ.. આઈ વિલ..