ન્હાઈ ધોઈને ટીપ ટોપ રહેનારાઓ માટે આવ્યા ખરાબ સમાચાર..

ન્હાવાના સાબુ, રોજબરોજ કામ આવનારી ચીજ. ખબર છે કે સાબુ મોંઘો થઇ રહ્યો છે, કંપનીઓએ તૈયારી શરુ કરી દીધી છે. હિન્દુસ્તાન યુનીલીવર, ગોદરેજ જેવી કંપનીઓ સાબુની કિંમત ૫-૬ ટકા વધારવાની છે. કારણ છે પામ ઓઈલની વધતી કિંમત. નવેમ્બર બાદથી પામ ઓઈલની કિંમતોમાં ૪૭ ટકાનો વધારો થયો છે. આ કારણે સાબુ પણ મોંઘા થયા છે.

૫-૬ ટકાનો થશે વધારો

બ્લુમબર્ગે આ અંગે રીપોર્ટ આપ્યો છે. તેમાં કહ્યું છે કે દેશની બે સૌથી મોટી એફ.એમ.સી.જિ. કંપનીઓ હિન્દુસ્તાન યુનીલીવર અને ગોદરેજ સાબુના ભાવ વધારી રહ્યા છે. હિન્દુસ્તાન યુનીલીવર નજીકના સમયમાં જ સાબુઓની કિંમત ૫ -૬ ટકા વધારશે. કંપનીના સીએફઓ શ્રીનિવાસ ફાટકે ત્રીજા ત્રિમાસિક ગાળા બાદ રોકાણકારોને આ અંગેની જાણકારી આપી. હિન્દુસ્તાન યુનીલીવર લક્સ, ડવ, લાઈફબોય, પીયર્સ, હમામ, લીરીલ અને રેક્સોના બ્રાન્ડના સાબુ વેચે છે.

તો ગોદરેજ કંપની જાન્યુઆરીમા કિંમતો વધારી ચુકી છે. તેમણે ઓન કિંમતો ૫-૬ ટકા વધારી છે. ગોદરેજના સીન્થોલ અને નંબર ૧ નામની બ્રાન્ડથી સાબુ આવે છે. સાબુની કેટેગરીમાં હિન્દુસ્તાન યુનીલીવરનો દબદબો છે. પરંતુ ડીસેમ્બરમાં પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીને વેચાણમાં અછતનો સામનો કરવો પડી રહ્યો છે. હિન્દુસ્તાન યુનીલીવરના બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટના વેચાણમાં ગત વર્ષની તુલનામાં એક ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ગોદરેજ કન્ઝ્યુમર પણ સેલ્સમાં ઘટાડાનો સામનો કરી રહી છે. તેની બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટનું વેચાણ સતત બીજા ત્રિમાસિક ગાળામાં ઓછું થયું છે.

કયા કારણથી વધ્ય છે સાબુના ભાવ

પામ ફેટી એસીડ ડીસ્ટલેટ. સાબુ બનાવવાની મહત્વની સામગ્રી. કાચું પામ ઓઈલ તેલ હોય તેણે રીફૈન કરતી વખતે આ સામગ્રી નીકળે છે. સાબુત ઉપરાંત મીણબત્તી અને જાનવરોનું ખાવાનું બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તેના મોંઘા થવાની અસર સાબુની કિંમતો પર પડવાની છે.