અમદાવાદની આ કંપનીમાં મળશે ૫૦ હજારની નોકરી, કામ છે માત્ર આઈસ્ક્રીમ ટેસ્ટ કરવાનું..!!

હાલમાં દેશભરમાં સૌથી મોટો ચર્ચાનો મુદ્દો બેરોજગારી છે. દેશના યુવાનોમાં મોટાપાયે બેરોજગારી છે તેના રોજ રોજ અલગ અલગ આંકડા આવે છે.

દેશમાં ઐતિહાસિક બેરોજગારી વધી હોવાના અનેક એજન્સીઓના રિપોર્ટ પણ આવી રહ્યા છે. ત્યારે એક એવી વાત છે જે બેરોજગારોને ખુશ કરી શકે છે.

આ ધોમધખતા તાપવાળી ગરમીમાં નોકરી માટે ફરી રહ્યા હોવ તો તમારા માટે સારી ઓફર છે. મહત્વની વાત તે છે કે આ નોકરી માટે તમારે કોઇપણ પ્રકારની મહેનત કરવાની પણ જરૂર નથી.

હવે તમે વિચારતા હશો કે એવી તો કઈ નોકરી છે જેમાં વગર મહેનત કર્યે ઘણા બધા રૂપિયા કમાઈ શકાય. જો તમે તેવું વિચારી રહ્યા હોવ તો જણાવી દઈએ કે આ જગતમાં અશક્ય કશું જ નથી.

હવે કામની વાત કરીએ તો અમદાવાદમાં એક નોકરી બહાર પડી છે, જેના માટે તમને ૫૦ હજાર રૂપિયા પણ આપવામાં આવશે.

એટલું જ નહીં પણ કંપનીની તરફથી તમારા આવવા જવાનો બધો જ ખર્ચ ઉઠાવવામાં આવશે.

મહત્વની વાત તે છે કે આ નોકરી માટે તમારે ફક્ત આઈસ્ક્રીમ ટેસ્ટ કરવો પડશે. આ ચોંકાવનારી વાત નથી, પરંતુ હકીકત છે.

અમદાવાદની એક આઈસ્ક્રીમ ફેક્ટરી એવા દસ લોકોને શોધે છે, જે ચિફ ટેસ્ટીંગ ઓફિસરનું કામ કરી શકે.

એટલે કે તમારે ફેકટરીમાં અલગ અલગ ફલેવરની આઈસ્ક્રીમ ટેસ્ટ કરવાનો છે.

તેના સાથે જ તમે સેલીબ્રીટી શેર સારાંશ ગોઈલા જોડેથી અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમ બનાવતા પણ શીખી શકો છો.

બસ જો આ બન્ને કામ તમે સરખી રીતે કરી લીધા તો તેના માટે તમે પચાસ હજાર રૂપિયાની રકમ પણ જીતી શકો છો.

નોંધી લેવું કે આ જોબ માટે ૨૫ વર્ષ પહેલા અપ્લાય કરવાનું છે અને હાં ઉંમર ૧૮ વર્ષથી ઉપરની હોવી જોઈએ.

છે ને જોરદાર કામ, એનાથી તમે ય ખુશ, સમય પણ નીકળી જાય અને રૂપિયા મળે ના મળે.. મફતમાં આઈસ્ક્રીમ ખાવાની અને બહારના હોવ તો અમદાવાદ ફરવાનો તો ચાન્સ મળી જશે.

ક્યાંથી કેવી રીતે કરવું અપ્લાય ?

અહિયાં ક્લિક કરીને તમે આ કામ માટે કરી શકો છો અપ્લાય

(આવી અવનવી વાતો જાણતા રહેતા લાઈક કરો અમારું પેજ)